આણંદઃ એલસીબી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, અગાઉ વાહનચોરીમાં પકડાયેલા સંદીપભાઈ સામંતભાઈ પરમાર (રહે. તિથોર તા-પાદરા, જી-વડોદરા) એક સીએનજી રિક્ષા લઈને તિથોરથી નીકળી આસોદર કરનેટપુરા પોતાના મામાના ઘરે જનાર છે અને તેની પાસેની રિક્ષા ચોરીની છે. જે બાતમીનાં આધારે એલસીબી પોલીસે આસોદર ચોકડી પાસે વોચ ગોઠવી હતી.
અંકલેશ્વરનો રિક્ષા ચોર આણંદથી ઝડપાયો - LCB
આણંદના આસોદર ચોકડી પાસેથી લોકલ ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીનાં આધારે ચોરીની રિક્ષા સાથે પાદરા તાલુકાના તિથોર વાહન ચોરને ઝડપી પાડી તેણે ચોરી કરેલી રિક્ષા અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોઈ એલસીબી પોલીસે વાહન ચોર આરોપીને અંકલેશ્વર પોલીસને હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વરનો રીક્ષા ચોર આણંદથી ઝડપાયો
બાતમી મુજબ સંદીપ પરમાર રિક્ષા લઈને આવતા પોલીસે તેને કોર્ડન કરી ઝડપી લઈ તેની પુછપરછ કરતા તે કોઈ સંતોષ કારક જવાબ નહીં આપતા પોલીસે તેની અટકાયત કરી વધુ પુછપરછ કરતા આરોપી સંદીપે રિક્ષા ચોરીની હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તપાસ કરતા આ રિક્ષા ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાયેલો હોઈ પોલીસે 75 હજારની કિંમતની રિક્ષા કબજે લઈ આરોપી સંદીપ પરમારને અંકલેશ્વર જીઆડીસી પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.