અચાનક થયેલી લૂંટની ઘટનાથી જયંતીભાઈ કંઈ સમજે તે પહેલાં જ 45 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ અજાણ્યા લૂંટારૂઓ ફરાર થઈ ગયા હોવાની ઘટનાની જાણ તેમણે પોલીસને કરી તો સવારમાં જ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. આણંદ જિલ્લા એસપી ચૌહાણ સહિત ડી.વાય.એસ.પી જાડેજા, આણંદ ટાઉન પી.આઈ, આણંદ રુલર પી.એસ.આઇ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયા હતા. સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરીને લૂંટારૂઓને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આણંદમાં આંગણિયા પેઢીના માલિક સાથે લૂંટ, 45 લાખ લૂંટી બાઇક સવાર પલાયન
આણંદઃ આંગણિયા પેઢી ધરાવતા અને લાભવેલ માનસી સોસાયટીમાં રહેતા જેન્તીલાલ ઠક્કર જે તેમના નિત્યક્રમ અનુસાર સવારમાં પોતાની પેઢી પર જવા નીકળ્યા હતા. સાથે તેમનો પુત્ર પણ હતો. આણંદ એસ.કે ટોકીઝ પાસે આવેલ એસાર પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવા માટે જ્યારે બાઇક ધીમુ કર્યું ત્યારે પાછળથી બાઈક પર સવાર થયેલા બે અજાણ્યાં શખ્સો પૈસાનો થેલો ઝૂંટવી ચીલ ઝડપે ફરાર થઈ ગયા હતા.
આંગણયા પેઢીના માલિક લૂંટાયા,45 લાખ લૂંટી બાઇક સવાર પલાયન
હાલ જેન્તીલાલની ફરિયાદના આધારે વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોની પૂછપરછ કરી પોલીસ તપાસ કરી રહી છે. બેગ લઈને ફરાર થયેલા લૂંટારૂઓને બને તેટલી ઝડપથી પકડી પાડવા તમામ દિશામાં જિલ્લા પોલીસ વડાએ ચક્રોગતિમાન કર્યા છે.