- ખંભાતના ખાતર કૌભાંડમાં કોન્સ્ટેબલની સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી
- આંણદ, ખેડા અને અમદાવાદ ACBના સંયુક્ત છટકામાં પકડાયો લાંચિયો પોલીસ કર્મી
- પ્રકાશસિંહ રાઓલ નામના પોલીસ કર્મીને આંણદ ACBએ ઝડપી પાડ્યો
- અંદાજીત 50 લાખ રૂપિયાની લાંચ કેસમાં પોલીસ કર્મી ઝડપાયો
આણંદઃપ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના ખંભાત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આર.આર.સેલના પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઉલ લાખો રૂપિયાની લાંચ લેતા ACBના ઝપેટમાં આવ્યો છે. ખંભાતમાં થયેલા ખાતર કૌભાંડમાં આરોપીનું નામ ન ખોલવા બાબતે પ્રકાશસિંહે લાખો રૂપિયાની લાંચ માગી હતી. જે અંગે આરોપી દ્વારા લાચ આપવા માંગતા ન હોવાથી ACBમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય ACB અને આણંદ ACB દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી 31 ડિસેમ્બર 2020ના દિવસે સાંજે 8 વાગ્યાના અરસામાં કોન્સ્ટેબલ પ્રકાશભાઈને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
- ACB દ્વારા છટકું ગોઠવાયું
મળતી માહિતી મુજબ પ્રકાશસિંહ દ્વારા વિદ્યાનગર રોડ પર આવેલા તેના જ રેસ્ટોરેન્ટમાં આરોપી પાસે માંગણી કરેલા 50 લાખ જેટલા રૂપિયાની લાંચની રકમ સ્વીકારવામાં આવી હતી. જ્યાં પહેલેથી જ ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પ્રકાશ દ્વારા લાખો રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા ACBએ રંગેહાથ ઝડપી પાડયો હતો.
- ભ્રષ્ટ કર્મચારીઓના કારણે ઘણા કિસ્સાઓમાં લાંચ સ્વીકારી ભીનું સંકેલી લેવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે