આણંદમાં પોલીસ જવાને જનતાને કરી અપીલઃ માસ્ક પહેરો સુરક્ષિત રહો - ગણેશ ચોકડી
સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ દ્વારા જ્યારે પણ જનતાને રોકવામાં આવે છે, ત્યારે જનતામાં એક ભયનો માહોલ ઊભો થતો હોય છે, પરંતુ આણંદ શહેરની ગણેશ ચોકડી પાસે જનતા કરફ્યૂ દરમિયાન ફરજ પર ઉપસ્થિત પોલીસ અધિકારી દ્વારા લોકોને અટકાવતા પ્રજાએ તેમના માટે આત્મીયતાની લાગણી અનુભવી હતી.
![આણંદમાં પોલીસ જવાને જનતાને કરી અપીલઃ માસ્ક પહેરો સુરક્ષિત રહો આણંદમાં પોલિસ જવાને જનતાને કરી અપીલ માસ્ક પહેરો સુરક્ષિત રહો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6503371-793-6503371-1584868313283.jpg)
આણંદઃ રવિવારના રોજ જ્યારે જનતા કરફ્યૂની અપીલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે, ત્યારે દરેક વ્યક્તિ ત્યારે પોતાની નૈતિક ફરજ સમજી અને કામ સિવાય ઘરની બહાર આવવા જવાનું ટાળી રહ્યા છે, પરંતુ ફરજ પર ઉપસ્થિત આણંદ જિલ્લાના પ્રવેશદ્વાર પર ઉપસ્થિત એક પોલીસ જવાન દ્વારા કોરોના વાઇરસને અટકાવવા અને તેની ગંભીરતા વિશે જાગૃતતા લાવવા નાગરિકોને માસ્ક પહેરવા તથા માસ્ક ન હોય તો રૂમાલ બાંધવા માટે અપીલ કરવામાં આવી રહીં છે. આણંદના પોલીસ જવાનો દ્વારા લોકોને જાગૃત કરી માનવ ધર્મનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે.