આણંદ: પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વહિન્દુ પરિસદ અને બજરંગ દલ દ્વારા પોલીસ જવાનોના સ્વાસ્થની ચકાસણી કરાવવામાં આવી હતી અને પોલીસ જવાનો, તેમના પરિવારને વૈશ્વિક મહામારી કોરોના સામે વધુ સુરક્ષિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આણંદમાં પોલીસ જવાનોના સ્વાસ્થની થઈ તપાસ - covid-19 in india
આણંદ જિલ્લામાં કોરોના વાઇરસનો પ્રકોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ જવાનો ફરજ પર ઉપસ્થિત રહે છે. જેમના સ્વાસ્થની ચકાસણી મંગળવારે આણંદ એસ.પી ઓફિસ ખાતે કરવામાં આવી હતી.
આણંદ: પોલીસ જવાનોના, સ્વાસ્થની ચકાસણી કરવામાં આવી.
આણંદ જિલ્લા પોલીસ વડા અજિત રાજ્યને જણાવ્યું હતું કે, લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા આણંદ જિલ્લાના પોલીસ જવાનો દિવસ રાત ફરજ પર ઉપસ્થિત રહે છે, ત્યારે તેમને પોષણયુક્ત ભોજન મળી રહે અને કોરોના સામે રક્ષણ મળે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે આણંદ શહેર અને વિવિધ બ્રાન્ચના પોલીસ જવાનો અને અધિકારીઓના આરોગ્યની ચકાસણી કરવામા આવી. જેથી પોલીસ અને તેમના પરીવારને કોરોનાના સંક્રમણ સામે સુરક્ષિત બનાવી શકાય. જેમાં કોઈ પણ પોલીસ જવાનનો રિપોર્ટ શંકાસ્પદ સામે આવ્યો નથી.