આણંદ : આણંદમાં તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) જે તે તાલુકા મથકે, આણંદ તાલુકાનો શહેર, ગ્રામ્ય કક્ષાનો તાલુકા પંચાયત કચેરી આણંદ ખાતે તેમજ બાકી તમામ તાલુકાનો જે તે મામલતદાર કચેરીઓ ખાતે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મીટીંગ હોલમાં નિયત સ્થળે આગામી તારીખ 21મી ડિસેમ્બર 2022ના બુધવારના રોજ સવારે 11: 00 કલાકે યોજાશે. (Grievance Redressal Program in Anand District)
આ પણ વાંચોઆણંદ જિલ્લાના બોરસદ તેમજ પેટલાદમાં અશાંત ધારો લાગુ
ફરીયાદ કરનાર નાગરિકો માટે આણંદ જિલ્લાના નાગરિકો, અરજદારો, પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) માટે આગામી તારીખ 17મી ડિસેમ્બર 2022સુધીમાં સબંધિત કચેરીમાં (Taluka Grievance Redressal) અરજીઓ રજૂ કરવાની રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી પર તાલુકા સ્વાગત કાર્યક્રમ તારીખ 21મી ડિસેમ્બર 2022 એમ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર પોતાનો ટેલીફોન કે મોબાઈલ નંબર અવશ્ય લખવાનો રહેશે. અરજદારોના પ્રશ્નો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવ્યા હોય તે અરજદારોએ તારીખ 21મી ડિસેમ્બર 2022ના રોજ બુધવાર સવારે 11 કલાકે નોંધણી કરાવીને જે તે તાલુકા મથકોએ અરજદારોને રૂબરૂ જાતે હાજર રહેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે. (Anand Taluka Grievance Redressal Program)
આ પણ વાંચોઆણંદ જિલ્લા પોલીસ અધિક્ષક પદભાર સંભાળતાં IPS પ્રવીણ કુમાર, વ્યક્ત કરી નેમ
કોણ કોણ હાજર રહેશે જેમાં આણંદ (શહેર) અને (ગ્રામ્ય)નો આણંદની તાલુકા પંચાયત કચેરી ખાતે જ્યારે બાકીના તમામ તાલુકાઓમાં મામલતદાર કચેરીના મીટીંગ હોલમાં તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. તારીખ 21મી ડિસેમ્બર 2022ના રોજ તાલુકા કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં આંકલાવ ખાતે જિલ્લા કલેકટર, તારાપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી અને પેટલાદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહેશે. (Anand Taluka Grievance Redressal Programme)