આણંદ સોજીત્રા રોડ સૌરાષ્ટ્ર તરફ જતા ભારે વાહનો અને પેસેન્જર વાહનો માટે અનુકૂળ (Anand Sojitra Road accident) માર્ગ સાબિત થઇ રહ્યો છે. વાસદ બગોદરા અને નેશનલ હાઇવે પરના ઊંચા ટોલના ખર્ચથી બચવા વાહન ચાલકો આણંદ સોજીત્રા રોડ થઈને તારાપુર બગોદરા તરફ જવાનું વધુ પસંદ કરે છે. જેના કારણે આ માર્ગ સતત વાહનોની અવર જવરથી વ્યસ્ત રહેતો હોય છે. ત્યારે ફરી એકવાર તે વિસ્તારમાં ટ્રેલર ચાલકે ગફલતથી ટ્રેલર ડિવાઇડર પર ચઢાવી દેતા પલ્ટી ખાઇ ગઇ હતી. (trailer overturned in Valasan)
રિફલેક્ટર વિનાના ડિવાઈડરો અજાણ્યા વાહન ચાલકો માટે જોખમી અકસ્માતો માટે કારણભૂત ગરનાળું છેલ્લા કેટલાક સમયથી આણંદ સોજીત્રા રોડ પરના વલાસણ નજીકની નહેર પરનું સાંકડું ગરનાળું વાહન અકસ્માતો માટે કારણભૂત બની રહ્યું હોય તેમ અવારનવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે. તેમાંયે ગરનાળા નજીકના માર્ગ પરના ડિવાઇડર પર રિફલેક્ટર ન હોવાના કારણે અવારનવાર નાના, મોટા વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જેને કારણે વાહચાલકોને જીવ ના જોખમે પ્રવાસ કરવો પડતો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. (Valasan garanale accident)
સાંકડું ગરનાળું વાહન અકસ્માતો માટે કારણભૂત ટ્રેલર પલટી મારી ગયું મહત્ત્વનું છે કે શિયાળાની શરુઆત થઈ રહી છે, તેવામાં વહેલી સવારે છવાયેલા ધુમ્મસભર્યા વાતાવરણના કારણે આ માર્ગેથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકોને રિફલેક્ટર વિનાના ડિવાઇડરના કારણે ભારે પરેશાની ભરી સ્થિતિનો સામનો કરવો પડયો હતો. જેમાં એક ટ્રેલર ચાલકે ગફલતથી ટ્રેલર ડિવાઇડર પર ચઢાવી દેતા પલટી ખાઇ ગઇ હતી. જોકે આ સમયે નજીકમાંથી કોઇ અન્ય વાહન પસાર થતું ન હોવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો ન હતો. પરંતુ ટ્રેલરના પાછળના વ્હીલ છુટા પડી જવા સહિત ચેસીસને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ડ્રાઈવરને ઈજા પહોંચી હતી. (Trailer accident in Valasan)
ધુમ્મસભર્યું વાતાવરણ ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં શિયાળો શરૂ થવા સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ છવાયેલું રહેશે. ત્યારે આણંદ સોજીત્રા માર્ગ પરના રિફલેક્ટર વિનાના ડિવાઈડરો ખાસ કરીને અજાણ્યા વાહન ચાલકો માટે જોખમી બની રહેશે. જેથી જવાબદાર તંત્ર દ્વારા આ ગંભીર સ્થિતિના નિવારણ માટે કાયમી ધોરણે રિફલેક્ટર સહિતની વ્યવસ્થા હાથ ધરવામાં આવે તેવી વાહનચાલકોમાં માંગ થવા પામી છે. (trailer overturned divider in Valasan)