ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં વધુ 2 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા - latest news covid 19

આણંદમાં કોરોના પોઝિટિવનો આંકડો 4 પર પહોંચ્યો છે, ત્યારે હાડગુડ ગામમાં જ કુલ ત્રણ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે, ત્યારે જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પર કડક પગલામાં લેવામાં આવી રહ્યાં છે. જેની સાથે આરોગ્ય સેવામાં વઘારો કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે.

Anand
Anand

By

Published : Apr 11, 2020, 8:39 AM IST

આણંદઃ આણંદ નજીક આવેલા હાડગુડ ગામે વધુ બે કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે આણંદમાં કોરોના પોઝિટિવનો આંકડો ૪ પર પહોંચી ગયો છે. હાડગુડ ગામમાં હવે કુલ ત્રણ કોરોના પોઝિટીવ કેસો થતાં ચિંતાનું વાતાવરણ ખડુ થયું છે. જે બેના કોરોના પોઝિટવ આવ્યા છે, તે શાહિદખાન પઠાણના અંગત મિત્રો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવારે હાડગુડના રજાનગરમાં રહેતા 45 વર્ષીય યુવાન શાહિદખાન બરકતખાન પઠાણનો કોરોના પોઝિટિવ આવતાં જ તંત્ર હચમચી ઉઠ્યું હતું અને તેના ઘરના સભ્યો તેમજ આસપાસના નજીકના લોકોને કરમસદ મેડિકલ ખાતે લઈ જઈને તેમના સેમ્પલો લેવામાં આવ્યાં હતાં. જેમાં સવારે તેના પરિવારના પાંચ સભ્યોના કોરોના નેગેટીવ આવ્યાં હતાં, પરંતુ સાંજ સુધીમાં કરાયેલા અન્ય સેમ્પલ ટેસ્ટમાં શાહિદખાન પઠાણના અંગત બે મિત્રો મહેબુબઅલી મક્સુદમીયાં સૈયદ (ઉં.વ. ૪૫, વાલ્મી રોડ, હાડગુડ) તથા રહીશખાન યાશીદખાન પઠાણ (ઉં.વ. ૪૮, રઝાનગર સોસાયટી, હાડગુડ)ના કોરોના પોઝિટિવ આવ્યાં છે. તેઓ શાહિદખાનના ખાસ મિત્રો અને સાથે ઉઠક-બેઠકવાળા છે. જેથી શાહિદખાનના સંપર્કથી બન્નેને કોરોના થયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

આણંદમાં વધુ બે કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

આજે વધુ બે પોઝિટિવ આવેલા દર્દીઓને કરમસદમાં આઈસોલેટ કરી દઈને તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ હાડગુડમાં કોરોનાના દર્દીઓનો આંકડો ત્રણ ઉપર પહોંચતા જ જિલ્લાનું આરોગ્યતંત્ર, વહીવટીતંત્ર અને પોલીસતંત્ર દોડતું થઈ ગયું છે. જો કે, સવારથી જ આખા હાડગુડ ગામને સીલ કરી દેવામાં આવ્યું હતુ. વડોદ, જહાંગીરપુરા અને આણંદથી હાડગુડમાં પ્રવેશવાના રસ્તાઓ ઉપર બેરીકેટીંગ તેમજ આડશો મુકી દઈને ગામને સીલ કરી દેવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બંને દર્દીઓ સાયલન્ટ કેરિયર હોય તેવી શક્યતાઓ છે. કારણ કે બંનેને કોરોનાના કોઈપણ પ્રકારના લક્ષણો દેખાયા ન હતા તેમ છતાં તેમના રિપોર્ટ પોઝિટિવ આવેલ હોવાથી તંત્ર એક્શન મોડમાં આવી જવા પામ્યું છે.

ABOUT THE AUTHOR

...view details