- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- આણંદ પોલીસનો નવતર પ્રયોગ
- કોરોનાગ્રસ્ત દર્દીઓના મમોબળને વધારે છે
આણંદઃ કોરોના મહામારી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓને માનસિક મનોબળ પૂરું પાડવાની કામગીરી આણંદ જિલ્લા પોલીસ વડા અજીત રાજ્યણ દ્વારા શરૂ કરવામાં આવી છે. આણંદ પોલિસ દ્વારા કોવિડ હોસ્પિટલમાંથી ડેટા મેળવી દર્દીઓ સાથે પોલીસના જવાનોને સીધો સંવાદ કરાવી તેમની સમસ્યાઓ અને તેમની જરૂરિયાતોને પોલીસની મર્યાદામાં રહી પૂર્ણ કરવા અંગેની કામગીરી જિલ્લા પોલીસ દ્વારા આરંભવામાં આવી છે. 22 એપ્રિલથી શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત આણંદ પોલીસના અધિકારીઓ દ્વારા કોવિડના દર્દીઓ સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે.
પોલીસ એ પ્રજાનો મિત્ર છે
આ સંદર્ભે આણંદ હેડ ક્વાર્ટર DySP ડી. આર. પટેલ એ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે 'પોલીસ એ પ્રજાનો મિત્ર છે' આ સંદેશને જન-જન સુધી પહોંચાડવા રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, IGP વી. ચંદ્રશેખર અને જિલ્લા પોલીસ વડા અજીત રાજયણના સીધા માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલા એક નવતર પ્રયોગ "નમન: આદર સાથે અપનાપન તેમજ વિડીયો કોલિંગ સંવાદ" પ્રોજેક્ટમાં જોડાયેલ સિનિયર સિટીઝનને સાથે વાતચીત કરી તેમને કોરોનાથી સુરક્ષિત અને કોવિડ-19 માટે નિયમોનું પાલન કરવા બાબતે ચર્ચાઓ કરવામાં આવે છે.
દર્દીઓ એકલા તેમજ કોઈપણ પ્રકારની પરેશાનીમાં ન રહે તે માટે તેમને કાઉન્સિલીંગ આપવામાં આવે છે આ પણ વાંચોઃ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કાઉન્સિલિંગ સેન્ટર શરૂ કરાયું
દર્દીઓ એકલા તેમજ કોઈપણ પ્રકારની પરેશાનીમાં ન રહે તે માટે તેમને કાઉન્સિલીંગ આપવામાં આવે છે
DySP ધીરજ પટેલે જણાવ્યું હતું કે, દર્દીઓને કોઈપણ પ્રકારની ગભરાહટ ન લાગે અથવા દર્દીઓ એકલા તેમજ કોઈપણ પ્રકારની પરેશાનીમાં ન રહે તે માટે તેમને કાઉન્સિલીંગ આપવામાં આવે છે. પોલીસ ને દર્દી દ્વારા આપવામાં આવતી સૂચના સુઝાવ અને પરેશાનીઓ બાબતે ચર્ચા કરવામાં આવે છે. પોલીસ પ્રજાનો મિત્ર બની દર્દીઓને પડતી મુશ્કેલીઓ પોલીસની મર્યાદામાં રહી જેટલા પ્રમાણમાં શક્ય હોય તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરે છે.
કોરોનાગ્રસ્ત દર્દીઓના મમોબળને વધારે છે આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,097 પોઝિટિવ કેસ નોંધાયા
આણંદ પોલીસ દ્વારા 35થી વધુ જેટલા લોકો સાથે વીડિયો કોલિંગથી સીધો સંવાદ કર્યો
આ પ્રોજેક્ટની મુખ્ય કામગીરીમાં દર્દીઓને એકલાપણું ન લાગે અને તે માટે પોલીસ સતત તેમના મિત્ર બની તેમની સાથે ઉભા રહે છે. કોરોના મહામારી વિરૂદ્ધ લડવામાં દર્દીની સાથે તેને માનસિક મનોબળ પણ પૂરું પાડે છે. આ ઝુંબેશમાં પોલીસ દ્વારા રોજ રોજ ઓનલાઈન વીડિયો કોલ કરી વાતચીત કરવામાં આવે છે. જેમાં તારીખ 22 એપ્રિલના રોજ 46 જેટલા લોકો સાથે પોલીસ દ્વારા આ અભિયાન અંતર્ગત સીધા વીડિયો કોલ કરી સંવાદ કરવામાં આવ્યો હતો. સાથે 23 તારીખે પણ 35 જેટલા લોકો સાથે પોલીસે વીડિયો કોલિંગથી સીધો સંવાદ કર્યો હતો. આજે શનિવારે પણ આણંદ પોલીસ દ્વારા 35થી વધુ જેટલા લોકો સાથે વીડિયો કોલિંગથી સીધો સંવાદ કર્યો હતો. જેમાં દર્દીઓને પડતી પ્રાથમિક મુશ્કેલીઓમાં પોલીસ શક્ય એટલી મદદ રૂપ થવા માટે પ્રયત્ન કર્યો હતો.
કોરોનાગ્રસ્ત દર્દીઓના મમોબળને વધારે છે "પોલીસ પ્રજાનો મિત્ર છે" તે ઉક્તિને સાચા અર્થમાં સાબિત કરી બતાવ્યું
ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે કોરોના મહામારીની બીજી લહેરે દર્દીઓ અને તેમના સગા સંબધીનું મનોબળ હચ મચાવી દીધું છે, આણંદ પોલીસ દ્વારા દર્દીઓ અને તેમના સગા સંબધી સાથે વીડિયો કોલિંગ કરી તેમને પડતી સમસ્યા મુંઝવણ અને એકલતાને એક મિત્ર તરીકે સાથે ઉભા રહીને "પોલીસ પ્રજાનો મિત્ર છે" તે ઉક્તિને સાચા અર્થમાં સાબિત કરી બતાવ્યું છે.