ગુજરાત

gujarat

ETV Bharat / state

ACBના સર્ચ ઓપરેશનમાં મળી સફળતા, આણંદ પોલીસનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો - anand crime

આણંદ જિલ્લાના ખંભાતમાં ખાતરની રેડમાં ફરિયાદમાં આરોપીનું નામ નહીં નાખવા અંગે કરેલી લાંચની માંગણીમાં જિલ્લાના આર.આર.સેલના કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલ ACBની ઝપેટમાં આવ્યા છે. વર્ષ 2020ના અંતિમ દિવસે બ્રસ્ટ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા મસ મોટા તોડ કરતા રંગે હાથે ઝડપાઇ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.

આણંદ પોલીસનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
આણંદ પોલીસનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

By

Published : Jan 1, 2021, 3:26 PM IST

આણંદમાં કોન્સ્ટેબલ લાખોની લાંચ લેતા ઝડપાયો

અમદાવાદ ગ્રામ્ય અને આણંદ ACB દ્વારા સંયુક્ત ઓપરેશન

ખંભાતના ખાતર કૌભાંડમાં આરોપી પાસેથી લાખોની લાંચની માંગણી

કોન્સ્ટેબલ પ્રકાશસિંહ 50 લાખની લાંચ સ્વીકાર કરતા ઝડપાયો

કોન્સ્ટેબલ મોટા અધિકારીઓના વહીવટદાર હોવાની ચર્ચા

આણંદઃ જિલ્લાના ખંભાતમાં ખાતરની રેડમાં ફરિયાદમાં આરોપીનું નામ નહીં નાખવા અંગે કરેલી લાંચની માંગણીમાં જિલ્લાના આર.આર.સેલના કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલ ACBની ઝપેટમાં આવ્યા છે. વર્ષ 2020ના અંતિમ દિવસે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા મસ મોટા તોડ કરતા રંગે હાથે ઝડપાઇ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.

આણંદ પોલીસનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

ખંભાતમાં ખાતર કૌભાંડનો મોટો કારોબાર ઝડપાયો

પ્રાપ્ત માહિતી મુજબ આણંદના ખંભાતમાં ખાતર કૌભાંડનો મોટો કારોબાર આર.આર.સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં આરોપીનું નામ સામે ન આવે માટે ખંભાતના કોન્સ્ટેબલ પ્રકાશસિંહ દ્વારા 60 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે રકઝકના અંતે 50 લાખ નક્કી કરવામાં આવી હતી. આ અંગે સંડોવાયેલા વ્યક્તિ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમના ભત્રીજા દ્વારા ACBની મુખ્ય કચેરી ખાતે ફરિયાદ કરવામા આવી હતી.

ACB દ્વારા ગોઠવવામાં આવ્યું હતુ છટકું

ફરિયાદીની મળેલr ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય ACB અને આણંદ ACBની સંયુક્ત ટીમ દ્વારા છટકુંં ગોઠવવામાં આવ્યુ હતું. જેમાં વર્ષ 2020ના સોથી મોટા લાંચ પ્રકરણનો ઘટસ્ફોટ થયો હતો. આ કાર્યવાહીમાં વિદ્યાનગર રોડ પર આવેલા હેવમોર રેસ્ટોરન્ટ પર 31 ડિસેમ્બર 2020ના રોજ બપોરના અરસામાં રકમ સ્વીકારવા માટે ગોઠવણ કરવામાં આવી હતી. આ રેસ્ટોરન્ટમાં પહેલાથી જ ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતુ. જેમાં પહેલેથી નક્કી થયેલી લાંચની રકમ પ્રકાશસિંહ દ્વારા સ્વીકારવામાં આવી હતી. જેની સાથે જ ACB દ્વારા રંગેહાથ રકમ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો.

ACB દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ

સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ 2020ના અંતિમ દિવસે જિલ્લામાં બનેલી આ ઘટના વર્ષની સૌથી મોટી સફળ ટ્રેપ સાબિત થશે. આ કિસ્સામાં ACB દ્વારા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવશે. આ તપાસ દ્વારા ઘણા મોટા અધિકારીઓ અને રાજકીય નેતાઓના નામ સપાટી પર આવે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. વર્ષની સૌથી મોટી ટ્રેપ બાદ હવે આ પોલીસ કોન્સ્ટેબલની પાસેથી અઢળક અપ્રમાણસર મિલકત હોવાના પણ એંધાણ સામે આવી રહ્યા છે. ત્યારે ACBની જુદી જુદી ટીમ દ્વારા પ્રકાશસિંહના કરતૂતો પર પ્રકાશ પાડવા મોટા સર્ચ ઓપરેશન હાથ ધરવાની કવાયત કરતી નજરે પડી રહી છે.

ભ્રષ્ટાચારી પોલીસ વિરુદ્ધ લાંચરૂશ્વત વિરોધી ગુનો દાખલ

ખંભાત ખાતે ઝડપાયેલા ખાતર કૌભાંડમાં ખાતર પાડવા જતા વર્ષની સૌથી મોટી ટ્રેપ સામે આવી છે. જે બાદ આ કોન્સ્ટેબલ સાથે મળી આચરેલા ભ્રષ્ટાચારમાં ભાગ પડાવનારા લોકોની નવા વર્ષની ઊંઘ હરામ થઈ ગઈ છે. હાલ ACB પોલીસ દ્વારા આ ભ્રષ્ટાચારી પોલીસ વિરુદ્ધ લાંચરૂશ્વત વિરોધી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસના અંતે આ પ્રકરણમાં મોટા ખુલાસા થવાની સંભાવના જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details