ગુજરાત

gujarat

ETV Bharat / state

સોશિયલ મીડિયામાં ગેમ રમતા યુવક યુવતીઓ માટે ચેતવણી ભર્યો કિસ્સો

છતીસગઢના કવર્ધા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરીયાદને આધારે આણંદ ઉમરેઠના યુવકે સોશિયલ મિડીયામાં છોકરીઓના ફોટા સાથે ખોટા ID બનાવી સ્ત્રી મિત્રોને બ્લેકમેલ કરી રૂપિયા માંગતા યુવકને આણંદ પોલીસે ઝડપી પાડ્યો હતો.

સોશિયલ મીડિયામાં ગેમ રમતા યુવક યુવતીઓ માટે ચેતવણી ભર્યો કિસ્સો
સોશિયલ મીડિયામાં ગેમ રમતા યુવક યુવતીઓ માટે ચેતવણી ભર્યો કિસ્સો

By

Published : Jun 13, 2021, 6:55 PM IST

  • આણંદ પોલીસે છેતરપિંડીના કેસમાં કરી એકની ધરપકડ
  • યુવતીઓના સોશિયલ મીડિયામાં ફોટો મૂકી કરતો બ્લેકમેંલીગ
  • છતીસગઢની યુવતીએ યુવક વિરૂદ્ધ નોંધાવી હતી ફરીયાદ

આણંદ: સોશિયલ મિડીયામાં છેતરપિંડીના અનેક કીસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં ગુનાહિત પ્રવૃતી કરનાર દુનિયાના કોઇપણ છેડેથી દુર અંતર સુધીના લોકો સાથે અનેક પ્રકારે છેતરામણી, બ્લેકમેંલીગ, સતામણી જેવા કારનામા સામે આવતા હોય છે. ત્યારે, આવો જ એક ગુનો છતીસગઢના કવાર્ધ પોલીસ મથકે નોંધાયો છે. ગુજરાતથી સેંકડો કીમી દુર આવેલા છતીસગઢમાં કેટલાક લોકો સાથે મહીલાના ફોટાના નામે બનાવેલા સોશિયલ મિડીયા એકાઉન્ટથી મિત્ર બનાવી સોશિયલ મિડીયાની ગેમ રમતા લોકો સાથે મિત્રતા કરનાર ખેડા જિલ્લાના છીપડી ગામના મજૂરી કરીને ગુજરાન ચલાવનાર દિલીપ ડાભી નામના શખ્સને આણંદની ઉમરેઠ પોલીસે ઝડપી લીધો છે.

સોશિયલ મીડિયામાં ગેમ રમતા યુવક યુવતીઓ માટે ચેતવણી ભર્યો કિસ્સો

આ પણ વાંચો:યુવતીને સોશિયલ મીડિયા પર બ્લેકમેલ કરનાર આરોપીની મુંબઇથી ધરપકડ

યુવતીઓના ફોટાવાળા એકાઉન્ટ બનાવી કરતો હતો મિત્રતા

દીલીપ જોષીએ સોશિયલ મિડીયામાં અલગ અલગ 35 જેટલા ખોટા નામના યુવતીઓના ફોટાવાળા એકાઉન્ટ બનાવી છતીસગઠની યુવતીઓ સાથે મિત્રતા કરી ગેમ રમતો હતો. ગેમ દરમિયાન મિત્રતા કરી તેમની સાથે ચેટ પણ કરતો અને ત્યારબાદ તેજ યુવતીઓના ફોટા સોશિયલ મિડીયામાં મુકી બિભત્સ લખાણ લખતો હતો. ત્યારબાદ, આ લખાણ હટાવી લેવાના બદલામાં રુપિયાની માંગણી કરતો હતો. ત્યારે, ગેમ રમવાના નામે સોશિયલ મિડીયામાં ગેરકાનુની રીતે બ્લેકમેલ કરનાર યુવક વિરુદ્ધ છતીસગઢની યુવતીએ ફરીયાદ નોંધાઇ હતી.

આ પણ વાંચો:સુરતના કાપડ દલાલને રૂપ સુંદરી સાથે મિત્રતા કેળવવી પડી ભારે

આણંદ પોલીસે યુવકને ઝડપી પાડ્યો

છતીસગઢ પોલીસે તપાસ કરતા સમગ્ર ઘટનામાં ગુજરાતનો આરોપી હોવાનું જણાઇ આવતા આણંદ પોલીસને રિક્વેસ્ટ લેટર લખી આ બાબતની જાણ કરી હતી અને આણંદ પોલીસે ડાકોર જતા રસ્તે આ યુવક આવાની બાતમ મળતા તેને રોકી પુછપરછ કરી હતી. જે દરમિયાન તેની પાસે મળેલા મોબાઇલમાંથી 35 જેટલા ફેક સોશિયલ મિડીયા એકાઉન્ટ મળી આવ્યા હતા. ત્યારે, ઉમરે઼ઠ પોલીસે છતીસગઢ પોલીસને ટ્રાન્સ્ફર વોરંટના આધારે આરોપીને કબ્જો સોંપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details