ગુજરાત

gujarat

By

Published : Sep 30, 2020, 10:24 AM IST

ETV Bharat / state

આણંદમાં 10 લાખની લૂંટ કરનારા આરોપીને પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યા

આણંદમાં આવેલી બોરસદ ચોકડી પાસે ત્રણ દિવસ અગાવ લૂંટની ઘટના બની હતી. જેમાં વિદ્યાનગરના વેપારી પાસેથી 10 લાખ ભરેલી બેગની ચિલઝડપ લઈ ઈસમો રફુચક્કર થઈ ગયા હતા. આણંદ ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓની અટકાયત કરી ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો.

Anand
Annad

આણંદઃ શહેરના સરદાર પટેલ રાજ માર્ગ પર રહેતા એક વેપારી 10 લાખ ભરેલી બેગ લઈ અંગત કામથી બોરસદ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતની નકલી ઘટના ઉપજાવી ડ્રાઈવર અને વેપારી સાથે માથાકૂટ કરી ગાડીમાંથી 10 લાખ ભરેલી બેગની લૂંટ ચલાવી ઈસમો ફરાર થઈ ગયા હતા.

આ ઘટના બનતા ભોગ બનેલા વેપારીએ આણંદ ટાઉનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત આણંદ ટાઉન પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં અમદાવાદના છારાનગર વિસ્તારમાંથી ચાર આરોપીની અટકાયત કરી હતી.

આણંદમાં 10 લાખની લૂંટ કરનાર આરોપીને પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યા
આણંદ DySP બી.ડી. જાડેજાના જણાવ્યા અનુસાર અમદાવાદના છારાનગરવિસ્તારના રહેવાસી અજય ઉર્ફે મોતિયો અને વિશાલ પૂનમ ગાગરેને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે અન્ય બે આરોપી કલાપી દોલત ઘમંડે અને અર્ચના માછરેકર (મહિલા)ને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. અધિકારીના જણાવ્યા અનુસાર આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આ ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવેલા બાઇક પણ ચોરીના હોવાની માહિતી આપી હતી. હાલ 10 લાખની થયેલી લૂંટમાંથી પોલીસે 4,90,000 જેટલા રૂપિયા રિકવર કર્યા છે અને અન્ય નાણાં અને આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. આનંદ DySP જાડેજાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓમાં આ ગેંગની એમ.ઓ રહેતી હોય છે. જેમાં અજાણ્યા સાધનો સાથે અકસ્માત સર્જી આ ગેંગ કિંમતી સામાનની લૂંટ ચલાવતા હોય છે, ત્યારે અધિકારી દ્વારા પ્રજાને સતર્ક રહેવા સાથે મુસાફરી સમયે કિંમતી સામાનની કાળજી રાખવા સલાહ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details