ગુજરાત

gujarat

ETV Bharat / state

Anand News : ઈન્ટરનેટનો સૌથી વધુ વપરાશ કરતા યુવાનોને સાયબર ક્રાઈમની દુનિયાનો પરિચય કરાવાયો, આણંદ એસપીનો નવો પ્રયોગ - આણંદ એસપી

આણંદ સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સ્માર્ટ સાઇબર ક્રાઇમના બનાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ઈન્ટરનેટ દ્વારા થતાં આવા સ્માર્ટ ઓનલાઇન ક્રાઇમ અંગે યુવાવર્ગમાં જાગૃતિ કેળવવા આણંદ જિલ્લાના સાઈબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ નવતર અભિગમ અપનાવ્યો છે.

Anand News : ઈન્ટરનેટનો સૌથી વધુ વપરાશ કરતા યુવાનોને સાયબર ક્રાઈમની દુનિયાનો પરિચય કરાવાયો, આણંદ એસપીનો નવો પ્રયોગ
Anand News : ઈન્ટરનેટનો સૌથી વધુ વપરાશ કરતા યુવાનોને સાયબર ક્રાઈમની દુનિયાનો પરિચય કરાવાયો, આણંદ એસપીનો નવો પ્રયોગ

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 2:23 PM IST

આણંદ : 21મી સદી ટેકનોલોજીનો યુગ છે, તેવામાં સામાન્ય નાગરિકોના રોજબરોજના કામકાજમાં આવેલા પરિવર્તન સાથે સાથે ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો પણ હવે સ્માર્ટ ક્રાઇમ કરતા બનાયા છે. આજકાલ લોકો ઇન્ટરનેટ પર ડિજિટલ ટેકનોલોજી થકી આર્થિક વેહવારો અને ખરીદ વેચાણ કરતા વધારે જોવા મળતા હોય છે. આનો ગેરલાભ સાયબર ગઠિયાઓ ઉઠાવી લઇ લોભામણી જાહેરાતો બતાવી એકસાથે મોટી સંખ્યામાં લોકોને ટાર્ગેટ બનાવી છેતરપિંડી કરતા હોય છે.જેને લઇને યુવાવર્ગની જાગૃતિ કેળવવી આવશ્યક છે.

આણંદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને સૂચના : એનઆરઆઈ જિલ્લા તરિકે ખ્યાતનામ બનેલા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર મીણા દ્વારા દિનપ્રતિદિન સાઇબર ક્રાઇમના વધી રહેલ બનાવોના દૂષણ પર નિયંત્રણ લાવવા અને અજાણતા છેતરતા લોકો ઑનલાઇન થતાં ક્રાઇમના ભોગ બનતા અટકે અને સાથે સાથે યુવાનો અને નાગરિકોમાં સાઇબર ક્રાઇમ અંગે વિસ્તૃત જાગૃતિ આવે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા બાબતે આણંદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને સૂચના આપી હતી.

સાયબર ક્રાઇમ અવરનેસનો પ્રોગ્રામ : જે અનુસંધાને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ પીઆઈ સી.પી.ચૌધરીના માર્ગદશન હેઠળ NSS,NCC & women cell તથા Inner Wheel Club Anand -306 દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત એન એસ પટેલ આર્ટસ કોલેજ આણંદ ખાતે સાઇબર ક્રાઇમ અવરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સંસ્થાના કર્મચારીઓએ સાયબર ક્રાઇમમાં થઈ રહેલ ગુનાહિત પ્રક્રિયા અને વિસ્તૃત માહિતી મેળવી હતી.

નવતર અભિગમ

સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર 1930 : આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન WPSI બાથમ, ASI મુસ્તકીમ મલેક તથા સાયબર પ્રમોટર વિરેન જોષી દ્વારા સાયબર અવેરનેસ (જાગૃતતા) બાબતે માહિતી આપવામાં આવી હતી. સાથે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર 1930 વિશે માહિતી આપવામાં આવી હતી.અત્યારે પોલીસ પણ સ્માર્ટ છે તેમજ હંમેશા પ્રજાની મિત્ર છે તેની પણ માહિતી અપાઇ હતી.

આણંદ એસપીનો નવો પ્રયોગ :સમગ્ર સાયબર અવરનેસ કાર્યક્રમના અંતે એક નવતર પ્રયોગને અપનાવતા સેમિનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓનો એક પ્રશ્નપત્ર દ્વારા ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ સાયબર ક્રાઈમના બનાવો અને કાયદાકીય હકો અંગે વિસ્તારી મેળવેલી સમજ અંગે સારુ પરિણામ મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં NSS,NCC & women cell,Inner Wheel Club Anand -306 ની બહેનો તથા 120 જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ હતો.

  1. Navratri 2023: સુરતના લોકો ગરબાની સાથે સાયબર ફ્રોડ અંગે આપી રહ્યા છે જાગૃતિ, જૂઓ વીડિયો
  2. Ahmedabad Crime: દેશની અલગ અલગ કંપનીઓની 8 હજાર ઈ મેઈલ આઈડી નાઇઝીરિયન હેકર્સે કરી હેક, સાયબર ક્રાઇમે આપ્યું સૂચન

ABOUT THE AUTHOR

...view details