આણંદઃ ગુજરાતમાં પ્રથમ ઘન કચરાના નિકાલ માટેનું મશીન આણંદ નગરપાલિકા પાસે છે. આ મશીન વડે આણંદ જિલ્લા ખાતે 3 લાખ મેટ્રિક ટન સોલિડ વેસ્ટ જમા થયો છે, જે બાયો માઇનિંગ પ્રોજેક્ટથી આગામી એક વર્ષમાં દૂર કરવામાં આવશે.
ગુજરાતમાં પ્રથમ ઘન કચરાના નિકાલ માટેનું મશીન આણંદ નગરપાલિકા પાસે છે આણંદ નગરપાલિકા દ્વારા રોજેરોજના સોલિડ વેસ્ટના નીયંત્રણ માટે કોઈ ચોક્કસ યોજના ઘડવામાં આવશે. તેમજ ડમ્પિંગ સાઈડ ખાતેથી સોલિડ વેસ્ટના નિકાલ તથા આસપાસમાં રહેતા લોકોના આરોગ્યને નુકસાન ન થાય એ રીતે કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત આણંદ શહેરની આસપાસ આવેલા 8થી 10 ગામોને નગરપાલિકા દ્વારા દત્તક લઇને, તે ગામોના કચરાના નિકાલની વ્યવસ્થા માટે આ મશીનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. જેથી દેશમાં ચાલતા સ્વચ્છ ભારત મિશનના વિચારોને સાચા અર્થમાં સાકાર કરી શકાય.
બાયો માઇનિંગ પ્રોજેક્ટનું શુક્રવારે સાંસદ મિતેશ પટેલના હસ્તે ઇ-લોકાર્પણ કરી પ્રારંભ કરવામાં આવ્યો સમગ્ર ગુજરાત રાજ્યમાં આ મશીન સૌપ્રથમ આણંદ નગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ સેલિગ્રેશન માટે ખરીદવામાં આવ્યું છે. જેની દૈનિક 1000 મેટ્રિક ટન ઘન કચરાનું તેની કદના આધારે જુદો પાડવામાં આવશે. આ મશીન 40 MM કરતાં મોટા કચરાને અલગ કરે છે. આ સાથે 8 MM કરતા નાના કચરાને પણ અલગ કરે છે.
20 MMથી 40 MMનો કચરો પણ અલગ કરે છે. જેથી તેના નિકાલમાં ખુબજ સરળતા ઉભી થઇ શકે છે. સમગ્ર દેશમાં આ મશીન ધરાવતી આણંદ નગરપાલિકા બીજા ક્રમેં છે, જ્યારે ગુજરાત રાજ્યમાં આણંદ નગરપાલિકા પ્રથમ નગરપાલિકા છે, જે આ અતિ આધુનિક મશીન ધરાવે છે. જે આણંદ નગરપાલિકા માટે ગર્વની બાબત છે.