ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓએ ભરતીમાં અન્યાય અંગે કલેકટરને કરી રજૂઆત - આણંદ જિલ્લા કલેકટર

અવારનવાર બનતી આગની ઘટનાઓ અને તેમાં ભોગ બનતા નાગરિકોને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા જિલ્લાકક્ષાના ફાયર સ્ટેશન ઉભા કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએથી ફાયર સ્ટેશન માટેના કર્મચારીઓની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

આણંદ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓએ ભરતીમાં અન્યાય અંગે કલેકટરને કરી રજૂઆત
આણંદ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓએ ભરતીમાં અન્યાય અંગે કલેકટરને કરી રજૂઆત

By

Published : Dec 25, 2020, 11:56 AM IST

Updated : Dec 25, 2020, 12:13 PM IST

  • આણંદ ફાયર વિભાગ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી
  • નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓ સાથે ભરતીમાં અન્યાય કર્યોનો આક્ષેપ
  • વર્ષોથી નગરપાલિકા ફાયર વિભાગમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ કલેકટરમાં કરી અપીલ


આણંદ: અવારનવાર બનતી આગની ઘટનાઓ અને તેમાં ભોગ બનતા નાગરિકોને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા જિલ્લાકક્ષાના ફાયર સ્ટેશન ઉભા કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએથી ફાયર સ્ટેશન માટેના કર્મચારીઓની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

આણંદ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓએ ભરતીમાં અન્યાય અંગે કલેકટરને કરી રજૂઆત
આણંદ ફાયર વિભાગમાં ફક્ત બે કર્મચારી કાયમી ધોરણે બજાવે છે ફરજ

આણંદ નગરપાલિકા દ્વારા છેલ્લાં ઘણા વર્ષોથી ફાયર વિભાગની ભરતી કરવામાં આવી નથી. આણંદ ફાયર વિભાગના કોન્ટ્રાક્ટના કર્મચારીઓથી પ્રાપ્ત માહિતી મુજબ આણંદ ફાયર વિભાગમાં ફક્ત બે કર્મચારી કાયમી ધોરણે ફરજ બજાવે છે. અન્ય લોકોને કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને માસ્ટર દૈનિક વેતનથી ભરતી કરવામાં આવ્યા છે. જઓ ઘણા લાંબા સમયથી આણંદ ફાયર વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે.

આણંદ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓએ ભરતીમાં અન્યાય અંગે કલેકટરને કરી રજૂઆત

કર્મચારીઓની હુકાર ભરતીમાં પ્રાધાન્યની કરી માંગ

આ કર્મચારીઓએ માંગ કરી છે કે, અન્ય મહાનગરપાલિકામાં હાથ ધરવામાં આવેલ વોલેન્ટરી ભરતી પ્રક્રિયા પ્રમાણે આણંદમાં પણ લાંબા સમયથી ફાયર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને પ્રાધાન્ય આપવામાં આવે. આ અંગે આણંદ ફાયર વિભાગના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

આણંદ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓએ ભરતીમાં અન્યાય અંગે કલેકટરને કરી રજૂઆત
ઉચ્ચ કક્ષાએથી સૂચના આપવામાં આવશે તો એ પ્રકારે કાર્યવાહી કરવામા આવશે

સમગ્ર ભરતી પ્રક્રિયા વિશે આણંદ ચીફ ઓફીસ ગૌરાંગ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમના દ્વારા આ સમગ્ર પ્રક્રિયા સરકારી નિયમો અને સૂચના અનુસાર કરવામાં આવે છે. કર્મચારીઓની માંગ મુજબની રજૂઆત મળેલ છે. જે અંગે ઉચ્ચ કક્ષાએથી સૂચના આપવામાં આવશે તો એ પ્રકારે કાર્યવાહી કરવામા આવશે. આ અંગે આણંદ કલેકટર દ્વારા પણ રાજ્ય સરકારમાં આ કર્મચારીઓના પ્રશ્નોને પહોચાડવામાં આવશે. હવે જોવુ રહ્યું કે, આણંદ નગરપાલિકા ફાયર વિભાગમાં વર્ષોથી ફરજ બજાવતા, 26 કર્મચારીઓને જિલ્લા કક્ષાના ફાયર બ્રિગેડ માટેની ભરતી પ્રક્રિયામાં પ્રાધાન્ય આપવામાં આવે છે કે કેમ?

આણંદ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓએ ભરતીમાં અન્યાય અંગે કલેકટરને કરી રજૂઆત
Last Updated : Dec 25, 2020, 12:13 PM IST

ABOUT THE AUTHOR

...view details