ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ MGVCLનો જુનિયર એન્જિનિયર 10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

આણંદ: તારાપુર ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડનો જુનિયર એન્જિનિયર 21 ઓગષ્ટની સાંજે 10 હજારની લાંચ લેતાં રંગે હાથે ઝડપાયો હતો. આણંદ એસીબીએ આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

Anand MGVCL

By

Published : Aug 26, 2019, 4:16 AM IST

માહિતી અનુસાર એક જાગૃત નાગરિકે ઇન્દ્રણજ ગામ પાસે આવેલ તારાપુર વટામણ હાઈવે રોડ પર એક નવા બ્રિજનું નિર્માણ કર્યું છે. જેમાં વીજ કનેક્શન માટે એક મહિનાની અંદર જ કનેક્શન આપવામાં આવ્યું હતું. જો કે, વીજ કનેક્શન આપતી વખતે વ્યવહાર પેટે તારાપુર MGVCLના જુનિયર એન્જિનિયર ઇરફાન વોરા દ્વારા 10 હજારની લાંચની માગણી કરી હતી. વીજ કનેક્શન કપાઈ ગયા બાદ જુનિયર એન્જિનિયર ઈરફાન વોરા ફોન કરીને લાભાર્થીને પૈસાની માંગણી કરતો હતો.

જે અંગે ઈરફાને SMS કર્યાના પણ પુરાવા રજુ કરવામાં આવ્યા છે. સાથે અરજદારને ધમકી પણ આપતો હતો કે, જો તેના લાંચના રૂપિયા નહીં આપવામાં આવે તો વીજ કનેકશન કાપી નાખતા મને બે મિનિટથી વધુ સમય નહીં લાગે. જેથી અરજદારે આ મામલે આણંદ એસીબીના પી.આઈ સી. આર. રાણાનો સંપર્ક કર્યો હતો. જેથી મંગળવારની સાંજના પોલીસે છટકું ગોઠવી જુનિયર એન્જિનિયરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details