- દારૂ ભરેલો એક આઈસર ચિખોદરા ચોકડી પાસેથી પસાર થવાની બાતમી મળી
- પોલીસને જોઈ ડ્રાઇવર દ્વારા ટેમ્પો ઝડપથી હંકારી મુકવામાં આવ્યો
- આણંદ LCBએ 300 પેટી દારૂ ઝડપ્યો
આણંદ :LCBને બાતમી મળી હતી કે, દારૂ ભરેલો એક આઈસર ચિખોદરા ચોકડી પાસેથી પસાર થવાની છે. બાતમીના આધારે આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો વોચમાં ગોઠવાઈ ગયા હતા. જ્યાં બાતમી વાળો આઇસર ટેમ્પો આવી ચસળતા પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસને જોઈ ડ્રાઇવર દ્વારા ટેમ્પો ઝડપથી હંકારી મુકવામાં આવ્યો હતો. જેનો પીછો કરી પોલીસે ચિખોદરા બ્રિજ નીચે તેને ફિલ્મી ઢબે રોકી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : વડોદરા નંદેસરી પોલીસેએ બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પડ્યો
કુલ 32.45 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે ટેમ્પો રોકી તપાસ કરતા ટેમ્પાની પાછળની બાજુએ ડાંગરની ફોતરીના કટ્ટા ભરેલા હતા. તેને હટાવી તાપસ કરતા કટ્ટાની આડમાં 300 પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો માંડી આવ્યો હતો. પોલીસે દારૂ અને આઇસર ટેમ્પો, મોબાઈલ ફોન મળીને કુલ 32.45 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો દાખલ કરવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો : સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 56,000 વિદેશી દારૂ ઉપર બુલડોઝર ચલાવાયું
આણંદ લોકલ ક્રાઇમબ્રાન્ચે દારૂનો મોટો જથ્થો જિલ્લામાંથી પસાર થતા ઝડપ્યો
પોલીસે ઘટનામાં બે આરોપીઓની અટકાયત કરી હતી. જેમાં ટેમ્પો ડ્રાયવર ગુલાબારામ ગોદારા અને ક્લિનર ભવરલાલ ગોદારાની પાસે પોલીસ દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો તેમને કમલેશ ચૌધરી નામના શખ્સ દ્વારા હરિયાળાના ઝાંઝરથી વડોદરા અમદાવાદ થઇ રાજકોટ લઈ જવા માટે આપ્યો હતો. રાજકોટ પહોંચ્યા પછી કમલેશને ફોન કરી આગળ જવાની જાણકારી મેળવવાની હતી. આમ, આણંદ લોકલ ક્રાઇમબ્રાન્ચની સતર્કતા એ દારૂનો મોટો જથ્થો જિલ્લામાંથી પસાર થતા ઝડપી લીધો હતો.