આણંદ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આંકલાવડી ગામની સીમમાથી 635 પેટી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો(Anand LCB seized liquor) છે. પોલીસે એક કન્ટેનર સાથે બે શખ્સોને ઝડપી (Anand Local Crime Branch )પાડીને કુલ 30.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોવડોદરાથી અમદાવાદ તરફ જતા એક્સપ્રેસ હાઈવે (Vadodara Ahmedabad Express Highway)પરથી એક ઓપન ટેલર કન્ટેનરમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો જનાર છે. જેથી પોલીસની ટીમ મહિસાગર નદીના બ્રિજના છેડે આવેલી આંકલાવડી સીમ વિસ્તારમાં વોચમાં ગોઠવાઈ ગયા હતા. આ દરમિયાન એક ઓપન ટેલર કન્ટેનર નંબર જીજે-12, એટી-5468નું આવી ચઢતાં પોલીસે તેને અટકાવ્યું હતુ અને ડ્રાયવરની કેબિનમાં તપાસ કરતા ડ્રાયવર સહિત બે શખ્સો મળી આવ્યા હતા. જેમના નામઠામ પુછતાં મુલારામ ઉર્ફે મુકેશ કિશ્નારામ જગમાલરામ જાખટ (જાટ)રે. બાન્ડ, જિલ્લો બાડમેર, રાજસ્થાન)તેમજ પ્રમકુમાર જેઠારામ થોરી (જાટ) રે. બાન્ડ, જિલ્લો બાડમેર, રાજસ્થાન)ના હોવાનું જણાવ્યું હતુ.