- આણંદ LCBએ લાખોનો દારૂ ઝડ્પયો
- સમરખા એક્સપ્રેસ હાઇવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું
- પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આણંદઃ LCB પોલીસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા સામરખા ઓવરબ્રીજ નીચેથી 401 પેટી વિદેશી દારૂ ભરેલા ડમ્પર સાથે 2 રાજસ્થાની શખ્સોને ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
સામરખા ઓવરબ્રીજ નીચેથી દારૂભરેલી ટ્રક ઝડપાય
પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને હકીકત બાતમી મળી હતી કે, એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદથી વડોદરા તરફ જતા એક ડમ્પરમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવ્યો છે. જેના આધારે પોલીસની ટીમ સામરખા ઓવરબ્રીજ નીચે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. તે દરમિયાન ડંમ્પર આવી ચઢતાં પોલીસે તેને અટકાવીને તપાસી લેતા વિદેશી દારૂની પેટીઓ છુપાવેલી મળી આવી હતી. જે અંગે પકડાયેલા 2 શખ્સો પાસે લાયસન્સની માંગણી કરતાં નહીં હોવાનું જણાવ્યું હતુ. જેથી ડંમ્પરને પોલીસ મથકે લાવીને સેન્ટીગનો સામાન નીચે ઉતારીને પેટીઓની ગણતરી કરતા કુલ 401 પેટી હતી. જેની કિંમત 24,87,360 રૂપિયા જેટલી હતી.
આણંદ LCBએ લાખોના દારૂ ભરેલા ટેમ્પો સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા પોલીસે કુલ 32,57,060 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
પોલીસે પકડાયેલા બન્ને શખ્સોના નામઠામ પૂછતાં શંભુસિંહ કેસરીસિંહ બીન નવલસિંહ સોલંકી અને મનોહરસિંહ સરદારસિંહ બીનમ ગેનસિંહ સોલંકીના હોવાનું જણાવ્યું હતુ. તેઓની અંગજડતી કરતા મોબાઈલ ફોન અને રોકડી રકમ મળી આવતાં પોલીસે કુલ 32,57,060નો મુદ્દામાલ જપ્ત કરીને વિદેશી દારૂ અંગે વધુ પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો પાલનગર ખાતે રહેતા શંકરસિંહ નામના શખ્સે આપ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે ત્રણેય વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.