ખેડાઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દરરોજ હજારો ભાવિક ભક્તો ભગવાનના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે ભીડનો લાભ ઉઠાવી પેટલાદની પટાવાળા મસ્જિદની ચાલીમાં રહેતો મહંમદ આરીફ ઉર્ફે રિજ્જુ મંદિરની ભીડમાં ઘુસી જઇને લોકોનાં ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને ફરાર થઈ જતો હતો. આ ઉપરાંત બસ મથક વિસ્તારમાં પણ આરોપી બસની ભીડમાં ઘુસી જતો હતો અને લોકોના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી ફરાર થઈ જતો હતો.
આણંદના ધાર્મિક સ્થળો પર મોબાઈલ ચોરી કરતા શખ્સને પકડતી એલસીબી પોલીસ
આણંદ બસ સ્ટેન્ડ અને વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા છ મહિનાથી મોબાઇલ ચોરીના 30 કરતા વધારે બનાવો બનતા આણંદ પોલીસ દ્વારા જાહેર સ્થળો પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, આણંદ બસ સ્ટેન્ડ પાસેથી એક મોબાઈલ ચોરને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
આણંદના ધાર્મિક સ્થળો પર મોબાઈલ ચોરી કરતા શખ્સને પકડતી એલસીબી પોલીસ
મુસાફરોના ખિસ્સામાંથી મોબાઈલ ખેંચી લેવાના બનાવોમાં વધારો થતાં છેલ્લા છ મહિનામાં 30 કરતા વધારે લોકો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા આવા આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં આણંદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચોરીના મોબાઇલ વેચવા આવનાર મતદારે અને એલસીબી આણંદ પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતા 35 કરતાં વધુ મોબાઇલની ચોરી કર્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.