આણંદ : જિલ્લા પંચાયત આણંદની આજે વાર્ષિક સામાન્ય સભા (Anand Jilla Panchayat General Meeting) મળી હતી. જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે પ્રજાલક્ષી અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.વિપક્ષ નેતા નટવરસિંહ મહિડા દ્વારા (Anand District Leader of Opposition Natwarsinh Mahida ) જિલ્લાના મહત્વના મુદ્દાઓ પર વહીવટી બોડીની ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જેમાં ઘણા વિવાદમાં રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત મળેલા મશીન અંગેની ચર્ચાએ ગરમી પકડી હતી. સાથે જિલ્લા પંચાયત આણંદમાં ફરજ બજાવતા તલાટી અને ક્લાર્કની ખાલી પડેલી જગ્યાઓ(Anand District Talati Recruitment) સત્વરે ભરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટેની પણ ભલામણ કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ જિલ્લા પંચાયત દ્વારા બ્લેક લિસ્ટેડ (Blacklisted companies by Anand District Panchayat ) કરેલ કંપનીઓને નાણાંની ચૂકવણી અંગે પ્રમુખ દ્વારા લખવામાં આવેલ ભલામણપત્ર પણ ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
પ્રમુખે હામી પુરાવવી પડી
આણંદ જિલ્લા પંચાયતની આ સભામાં (Anand Jilla Panchayat General Meeting) વિપક્ષ દ્વારા કરાયેલ તમામ રજૂઆતો પર સત્તા પક્ષે અને ખાસ કરીને પ્રમુખે હામી પુરાવવી પડી હતી. વિપક્ષ નેતા નટવરસિંહ મહિડાએ(Anand District Leader of Opposition Natwarsinh Mahida) જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં તલાટી, ક્લાર્ક, ગ્રામસેવકની લગભગ 40 ટકા જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે જેથી જિલ્લા પંચાયતની વહીવટ યોગ્ય કેવી રીતે ચાલી શકે. બીજી તરફ અધિકારીઓના વહીવટને કારણે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયતને મળેલું લાખો રૂપિયાનું મશીન બારોબાર કોઈ મળતીયાને ઈશારે કોઈ એક ચોક્કસ ગામ પંચાયતને આપી દેતા સર્જાયેલા વિવાદની પણ આ સભામાં રજૂઆત કરવામાં આવી હતી. સાથે જિલ્લામાં છેવાડે આવેલ બોરસદ વિધાનસભાના કઠાણા ગામે આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરવા માટે CHC દવાખાનું શરૂ કરવા માટે અગાઉની બેઠકોમાં તમામ વહીવટી નિર્ણય લેવાઈ ગયા હોવા છતાં આજ દિન સુધી તે કાર્યરત થઈ શક્યું નથી. જે તાત્કાલિક શરૂ કરવા અને જરૂરી તબીબી મહેકમ ભરી દેવા માટે રજુઆત થઈ હતી. જે તમામ મુદ્દે સત્તા પક્ષે સહમતી દર્શાવી હતી.
આ પણ વાંચોઃ CNG Gas Shortage in Anand : જિલ્લાભરમાં સીએનજી ગેસની અછત સર્જાઈ, વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગ