સંત શિરોમણી પરમ કૃપાળુ જલારામ બાપાનું ભવ્ય મંદિર આણંદ શહેરમાં આવેલ છે. આ જલારામ મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જેટલું મહત્વ જલારામબાપાના વીરપુર મંદિરનું છે, તેટલું જ મહત્વ આણંદમાં આવેલા જલારામ મંદિરનું માનવામાં આવે છે.
આણંદનું જલારામ મંદિર બન્યું આસ્થાનું કેન્દ્ર,જુઓ વીડિયો - આણંદનું જલારામ મંદિર
આણંદઃ શહેરમાં આવેલા જલારામ મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. લોકો નિત્ય જલારામબાપાના દર્શનનો લહાવો માણે છે. ગાંધીજી પ્રાર્થનાને આત્માનો ખોરાક કહેતા. પ્રાર્થનાનો એક પ્રકાર એટલે આરતી, આ મંદિરની આરતીમાં બેસી લોકો ભક્તિરસમાં લીન થઈ જાય છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક સેવા યજ્ઞો કરવામાં આવે છે. જેનો લાભ સ્થાનિક શ્રધ્ધાળુઓ અને જરૂરિયાતમંદ લોકો લેતા હોય છે. જેમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરાય છે, મેડિકલ કેમ્પનું આયોજન કરી વ્યક્તિઓના સારા અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટે સેવા પૂરી પડાય છે. સાથે સાથે આ મોંઘવારીના દોરમાં તમામ તહેવાર અનુસાર રાહત દરે મીઠાઈનું વિતરણ હોય કરાય છે. મંદિર ભૂખ્યાને ભોજન પુરૂ પાડે છે. આવા અનેક ભગીરથ કાર્યોમાં આણંદનું જલારામ મંદિર હંમેશા આગળ પડતું યોગદાન આપે છે.