ગુજરાત

gujarat

ETV Bharat / state

Anand Free Grain: ચણાનો જથ્થો ગુણવત્તાના પરીક્ષણમાં ફેઈલ, લાભાર્થીઓને રાસનના ચણા માટે જોવી પડશે રાહ - ચણાનો જથ્થો ગુણવત્તાના પરીક્ષણમાં ફેઈલ

આણંદમાં સરકારી ગોડાઉનમાં આવેલ ચણાના નમૂના પરીક્ષણમાં ફેઈલ ગયા છે. જેથી 80 મેટ્રિક ટન ચણાના જથ્થાનું વિતરણ કર્યા વગર હવે તેનું રિપ્લેસમેન્ટ કરવામાં આવશે. સસ્તા અનાજના લાભાર્થીઓને નવા સ્ટોક અને ત્યારબાદ ફાળવણી સુધી રાહ જોવી પડશે.

Anand Free Grain
Anand Free Grain

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 12:26 PM IST

સરકારી ગોડાઉનમાં આવેલ ચણાના નમૂના પરીક્ષણમાં ફેઈલ

આણંદ: સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને રાહત દરે અનાજ-કઠોળનો જથ્થો આપવામાં આવતો હોય છે. ત્યારે સરકાર અનાજના જથ્થાની ગુણવતાને લઈને કેટલી જાગૃત છે તેનો કિસ્સો આણંદથી સામે આવ્યો છે. પ્રથમ નજરે એકદમ ઉચ્ચ ગુણવત્તાના દેખાતા ચણાનો જથ્થો વિભાગે કરેલ ગુણવત્તાના પરીક્ષણમાં ફેઈલ ગયો હતો. જેના કારણે જિલ્લામાં આવેલા અંદાજિત 80 મેટ્રિક ટન જેટલો જથ્થો હાલ સાઈડ આઉટ કરી રિપ્લેસમેન્ટ માટે કાર્યવાહી શરૂ કરાઈ છે.

નવો સ્ટોક આવ્યા બાદ હવે ચણાનું વિતરણ થશે

80 મેટ્રિક ટન ચણોચકાસણીમાં ફેઈલ: આણંદમાં સરકારી અનાજના લાભાર્થી માટે તહેવારો પહેલા વિતરણ માટે આવેલો કઠોળના જથ્થાનું સેમ્પલ ચકાસણીમાં ફેઈલ ગયું હોવાની જાણકારી પુરવઠા વિભાગના આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ રહી છે. જિલ્લામાં આવેલો 80 મેટ્રિક ટન જથ્થો વિતરણ કર્યા વગર હવે તેના રિપ્લેસમેન્ટ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સમગ્ર મામલે અધિકારી સાથે થયેલી વાતચીતમાં સામે આવ્યું હતું કે સરકારી અનાજનો જથ્થો જ્યારે મુખ્ય ગોડાઉનમાંથી નીકળે છે. ત્યારે તેનું એક સેમ્પલ લેવાય છે. જ્યારે તે જિલ્લામાં ગોડાઉનમાં પહોંચે ત્યારે પણ તેનું રેન્ડમ સેમ્પલ લેવાયા બાદ ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જે બન્ને સેમ્પલ પરીક્ષણ કર્યા બાદ તેને લાભાર્થીઓને વિતરણ કરવામાં આવે છે.

લાભાર્થીઓને જોવી પડશે રાહ: ગોડાઉનનું સેમ્પલ ફેઈલ આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નિગમની સૂચના અનુસાર પરીક્ષણમાં ફેલ ગયેલા ચણાનો જથ્થો હાલ સાઈડમાં કરી દેવામાં આવ્યો છે. નવો જથ્થો આવ્યા બાદ ચણાનું વિતરણ કરવામાં આવશે. જેથી લાભાર્થીઓને નવો જથ્થો આવે ત્યારબાદ તેની ફાળવણી સુધી રાહ જોવી પડશે.

ચણાના નમૂના પરીક્ષણમાં ફેઈલ ગયા

પુરવઠા અધિકારી અને કલેક્ટરે જવાબ આપવાનું ટાળ્યું:સમગ્ર મામલે આણંદ જિલ્લાના પૂરવઠા અધિકારી શિવાંગી શાહનો સંપર્ક કરી માહિતી માંગવાનો પ્રયત્ન કરવામાં આવતા તેઓ કોઇપણ માહિતી આપી નહિ શકે તેમ જણાવી જવાબ આપવાનું ટાળ્યું હતું. બીજી તરફ સમગ્ર ઘટના અંગે જિલ્લા કલેકટરને પૂછતાં તેમણે પણ કંઈ ન બોલવાનું યોગ્ય સમજ્યું હતું. બીજી તરફ એ વાત સાચી માની શકાય કે સરકારી અનાજના જથ્થાનું પણ પરીક્ષણ યોગ્ય રીતે થાય છે અને સરકારી તંત્ર અનાજની ગુણવત્તાને લઇને મહદ્અંશે જાગૃત તો છે !

  1. Government Gain Scam : ભરુચ એસઓજીએ સરકારી અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ ઝડપ્યું, કેટલો મુદ્દામાલ કબજે થયો જૂઓ
  2. Surat scandal: ફરી ગરીબોનું સરકારી અનાજ વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યુ, 2 ઝડપાયા

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details