આણંદની ગુરૂનાનક સોસાયટીના મુદ્રા ગણેશ દેશના ચલણમાં રહેલી તમામ પ્રકારની ચલણી નોટોથી બનાવાયા છે. જેમાં એક રૂપિયાથી લઇ અને બે હજાર રૂપિયા સુધીની નોટો સામેલ છે. આ સિવાય ચલણી સિક્કાઓમાં એક રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધીના સિક્કાઓનો ઉપયોગ કરી શ્રીજીને શણગાર કરવામાં આવ્યાં છે.
આણંદના અનોખા મુદ્રા ગણેશ, ચલણી નોટ અને સિક્કાનો શણગાર
આણંદના એક ગ્રુપ દ્વારા ચલણી નોટો અને સિક્કાઓ થકી ગણેશજીનો શણગાર કરવામાં આવ્યો છે. વર્ષ 2016માં જ્યારે નોટબંધી થઈ હતી, ત્યારે આણંદના ગુરુનાનક યુવક મંડળે 2018માં ગણેશજીને નવા ચલણની નોટોથી શણગાર કરવાનું નક્કી કર્યું હતું. 2019માં આ યુવક મંડળ દ્વારા ૨૫ દિવસની મહેનત કરી અને અંદાજીત 1, 51,000 રૂપિયાના ચલણનો ઉપયોગ કરી મુદ્રા ગણેશની સ્થાપના કરવામાં આવી છે.
આણંદના અનોખા મુદ્રા ગણેશ, ચલણી નોટ અને સિક્કાનો શણગાર
અહીં કોઈ આ મૂર્તિને નુકસાન ન પહોંચાડે તે માટે સીસીટીવી કેમેરા લગાવાયા છે. ગ્રુપના સદસ્યો સતત સીસીટીવીનું મોનિટરિંગ કરતા રહે છે. આ યુવક મંડળ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, પરંતુ છેલ્લા આઠ વર્ષથી વિવિધ થીમ ઉપર ગણેશ ઉત્સવનું આયોજન કરી અને સમાજમાં પ્રેરણાદાયક કાર્યો કરવામાં આવે છે. આમ, મુદ્રા ગણેશ આણંદ શહેરમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.