આણંદમોઘવારી એ માઝા મુકી ત્યારે 10 વર્ષથી ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતા ડ્રાઈવરે સાડા આઠ લાખ રૂપિયાની નકલી લૂંટનું તરખાટ રચ્યું (Created a fake robbery drama) છે. પોતેજ આ ખોટા નાટકમાં ફસાઈ ગયો હતો. 20 તારીખે એક્સપ્રેસ હાઈવે પર લૂંટ થયાની ફરીયાદ આણંદ ગ્રામ્ય પોલીસને મડી હતી. જેમાં પોલીસે ઝીણવટ પૂર્વક તપાસ કરતા ફરિયાદી જ આરોપી (Complainant is the accused) હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસ તપાસમાં ખૂલ્યું પણ હતું કે લાંબા સમયથી કંપની દ્વારા પગાર વધારો ન આપવાથી તેના દ્વારા આ નાટક (Anand Fake Robbery Drama) કરવામાં આવ્યું હતું. જેનો પર્દાફાશથઈ જતા પોલીસે ખોટી ફરીયાદ આપવાના ગુના હેઠળ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ ગ્રામ્ય પોલીસ દ્વારા ઝીણવટ ભરી તાપસપ્રાપ્ત માહિતી અનુસાર આણંદ રૂરલ પોલીસ મથકે (Anand Rural Police Station) 20 તારીખે એક્સપ્રેસ હાઈવે પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ગાડી લઈને આવી ટ્રક રોકીને રિવોલ્વરની અણીએ રૂપિયા સાડા આંઠ લાખની લૂંટ ચલાવી હોવાની ફરીયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીની આપેલી ફરીયાદ ના આધારે આણંદ જિલ્લા પોલીસ વડાની (Anand District Superintendent of Police) સૂચના અનુસાર આણંદ ગ્રામ્ય પોલીસ (Anand Robbery Case) અને અન્ય પોલીસ બ્રાન્ચ દ્વારા ડ્રાયવર દ્વારા ઘટનાની આપેલી વિગત અનુસાર ઝીણવટ ભરી તાપસ હાથ ધરી હતી. જેમાં લૂંટનો ભોગ બનેલા ડ્રાઈવર દ્વારા વર્ણવેલી કોઈ ગાડી એક્સપ્રેસ હાઈવે પરના ટોલ બુથ પરથી પસાર થતી જોવા મળી હતી નહીં. જેથી પોલીસે ડ્રાઇવર અને કન્ડક્ટરની ઉલટ તપાસ કરતા બંને ભાગી પડ્યા હતા. આ ઘટનાની સાચી હકીકત બહાર આવી હતી.