ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદના રામોદડી પંચાયતની ગંભીર બેદરકારી, 10 દિવસ પહેલા બનેલા રોડની હાલત...

રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરવામાં આવે છે, પરંતુ રોડની હાલત જોઇને તમે ચોક્કસથી કહેશો કે તંત્ર રામભરોસે છે. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના છેવાડાનું કહેવાતું રામોદડી ગામ જ્યાં તંત્ર રામ ભરોસે ચાલતું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

10 દિવસ પહેલા બનેલ રોડ બિસ્માર હાલતમાં
10 દિવસ પહેલા બનેલ રોડ બિસ્માર હાલતમાં

By

Published : Jan 24, 2020, 4:41 AM IST

Updated : Jan 24, 2020, 7:22 AM IST

આણંદઃ રામદડી ગામમાં આરસીસી રોડના આ દ્રશ્ય જોઈ કદાચ આપણને લાગશે કે વર્ષો પહેલાં બનેલો આ રોડ તુટી જવાના કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં તકલીફ પડતી હશે અને આ જ કારણથી સ્થાનિક નાગરિકો તૂટેલા રોડની આજુબાજુ એકઠા થયા હશે કદાચ તેના માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માગતા હશે અને નવો રોડ બનાવી આપવાની માંગ કરતા હશે પરંતુ વાત કંઈક એવી છે કે આ રોડ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પેટલાદ તાલુકાના રામધરી ગામના રાષ્ટ્રીય પર્વની ગ્રાન્ટમાંથી 390 સ્ક્વેર મીટરનો રામોદથી જલલા આર.સી.સી.રોડ 10 દિવસ પહેલાં જ બનાવવામાં આવ્યો છે. તે માટેનો ખર્ચ અંદાજે બે લાખ રૂપિયા કરવામાં આવ્યો છે જોકે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર રહેતી અને કપચીમાં જ સમ ખાવા પૂરતો સિમેન્ટ નાખતાં રોડ બનાવવાના ગણતરીના જ દિવસોમાં રોડની હાલત બિસ્માર જોવા મળી રહી છે.

આણંદના રામોદડી ગામ પંચાયતની ગંભીર બેદરકારી, 11દિવસો પહેલા બનેલ રોડ બિસ્માર હાલતમાં
પેટલાદ તાલુકાના રામધરી ગામમાં રાષ્ટ્રીય પર્વની ગ્રાન્ટમાંથી 309 સ્ક્વેર મીટરનો રામોદડી આર.સી.સી.રોડ ભરાયા હોવા છતાં પણ આ અંગે કોઈ જ ઠરાવ ન થયો હોવાનું ગામના ડેપ્યુટી સરપંચના આક્ષેપ કર્યો છે તથા સરપંચ અને તલાટી પોતાની મનમાની કરતા હોવાના પણ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા છે. ગણતરીના દિવસો પહેલાં જ બનાવવામાં આવેલ રોડ બિસ્માર હાલતમાં ફેરવાઈ જતાં સરપંચ દ્વારા રોડ બનાવવાના કામમાં બેદરકારીની વાત સ્વીકારવામાં આવે છે. જોકે તલાટી કમ મંત્રી જાણે સરકારમાં બેસી રહેવા માટેનો પગાર લેતા હોય તેવું જાણવા મળ્યું છે. આટલી ગંભીર બેદરકારીમાં કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે તેનું તેમને સહેજ પણ જ્ઞાન તલાટી મેડમને ન હોય તે રીતે તે સામે આવ્યા હતા. તો સરપંચ પણ આ અંગે કઈ ચોખ્ખી વાત કરવા માટે જાણે કે તૈયાર ન હોય તે રીતે જણાવી રહ્યા છે કે રાષ્ટ્રીય પર્વની ગ્રાન્ટ માંથી બનાવવામાં આવેલ રોડ કોન્ટ્રાક્ટર ભાઈ થી ખરાબ કામ થઈ ગયેલ છે અમે એને કહી દીધું છે કે કામ ખરાબ થયું છે તેથી તને બિલ નહીં મળે જ્યારે ગ્રામજનોનો ખુલ્લો આક્ષેપ છે કે સરપંચ તલાટી તથા ટીડીઓ સુધીના અધિકારીઓ આ રોડમાં ભ્રષ્ટાચાર કરી ચૂપકી સાધી લેવાના મૂડમાં છે.રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ રોડ રસ્તા સાથે પાયાની સુવિધાઓ માટે વિવિધ હેઠળ લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જે જિલ્લા પંચાયતથી તાલુકા પંચાયત અને ત્યાંથી ગ્રામ પંચાયત સુધી પહોંચે છે. જોકે રામધરી જેવા ગામોમાં સ્થાનિક કક્ષાએથી મેળા પીપળામાં પેટા કોન્ટ્રાક્ટરને એકાઉન્ટ પાડવામાં આવે છે. જે કામગીરી તાલુકા પંચાયતના એન્જિનિયરની દેખરેખ હેઠળ થતી હોય છે. રામોદડી જલ્લા આરસીસી માર્ગની કામગીરી તાલુકા પંચાયતના એન્જિનિયરની દેખરેખ હેઠળ થવા હોવા છતાં રોડની ગુણવત્તા હલકી હોવાનું તપાસમાં ઉજાગર થયું હતું. આથી પોતાની જવાબદારી પ્રત્યે બેદરકાર અધિકારીઓ તેમજ નિયમ અનુસારની ગુણવત્તાયુક્ત કામગીરી ન કરનાર કોન્ટ્રાક્ટર સામે બોધપાઠ રૂપ પગલાં લેશે કે કેમ તે સવાલ ગ્રામજનો દ્વારા ચર્ચાઈ રહ્યો છે.સ્થાનિકોની માગ છે કે સરકાર દ્વારા આપવામાં આવતી લાખો રૂપિયાની ગ્રાન્ટનો ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ સામે તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તથા આ અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ હાથ ધરી સત્ય ઉજાગર કરવામાં આવે.
Last Updated : Jan 24, 2020, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details