આણંદ : આ અભિયાનમાં 22 મે ના રોજ જિલ્લાના બાળકો અને યુવા વર્ગ પોતાના દાદા -દાદી, નાના- નાની સાથે સેલ્ફી ફોટો લઈને સોશ્યિલ મીડિયામાં અપલોડ કરવા. જ્યારે તા. 24 મે ના રોજ જિલ્લાના તમામ નાગરિકો પોતાના માસ્ક સાથેનો એક ફોટો મોબાઈલમાં પાડીને સોશ્યિલ મીડિયામાં અપલોડ કરે. તા. 26 મે ના રોજ જિલ્લાના તમામ નાગરિકો પોતાના મોબાઈલ ફોનમાં કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી, 'હું પણ કોરોના વોરિયર્સ અભિયાન' માં આ ત્રણ અભિયાન મુખ્યત્વે છે.
CM રૂપાણીના "હું પણ કોરોના વોરિયર" અભિયાનને સમર્થન આપવા આણંદ જિલ્લા કલેકટરે કરી અપીલ - આણંદ જિલ્લા કલેકટર આર.જી. ગોહીલ
આણંદ જિલ્લા કલેકટર આર.જી. ગોહિલ દ્વારા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પ્રેરિત 'હું પણ કોરોના વોરીયર્સ અભિયાન' માં જિલ્લાની જનતા ,યુવા વર્ગ ,તમામ સેવાભાવી સંસ્થા, યુવક મંડળ, મહિલા મંડળ ,સખી મંડળ, સૌ જોડાઇ અને એક સપ્તાહ સુધી કોરોના વોરિયર્સ તરીકે કામ કરે તેવી અપીલ કરી હતી. આ સાથે કલેકટર આર.જી. ગોહિલે જિલ્લાના તમામ નાગરિકોને 21 મે થી આગામી 27 મે સુધી ચાલનાર આ અભિયાનમાં જોડવા અનુરોધ કર્યો હતો.
આણંદ જિલ્લા કલેકટર
આ અભિયાનને આણંદ જિલ્લામાં વ્યાપક જન સમર્થન મળે અને અભિયાન સફળ રહે તે માટે જિલ્લાના વિવિધ ક્ષેત્રોના આગેવાનો , શિક્ષણ ક્ષેત્રેના અગ્રણીઓ સાથેની કલેકટર ઓફીસ ખાતે બેઠક મળી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર, નિવાસી અધિક કલેકટર પી. સી.ઠાકોર , તાલીમી આઇ એ.એસ. સચિન કુમાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.