આણંદઃ જિલ્લા પોલીસ અધિક્ષક અજિત રાજ્યને જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી આણંદ, અમદાવાદ, ભરૂચ અને વડોદરા જિલ્લામાં એક ગેંગ સક્રિય થઇ હતી, આ ગેંગની એકલી જતી સ્ત્રીઓને પેસેન્જર તરીકે રીક્ષામાં બેસાડી અવાવરી જગ્યાએ લઈ તેના પર દુષ્કર્મ કરી તેને મારી નાખતા હતા અને મૃતદેહને અવાવરી જગ્યાએ અથવા કેનાલ કે વહેતા પાણીમાં ફેંકી દેતા હતા.
આ ઉપરાંત આરોપીઓ તેમના અન્ય સાગરીતો જેમાં બે મહિલાઓ પણ સામેલ છે. તેઓ બ્લેકમેલિંગ અને ચેટિંગ કરી ગુનો કરતા હતા, તેમજ મંદિર અને ભીડવાળા વિસ્તારમાં તથા પાર્કિંગમાંથી વાહનો ચોરી કરી સાથે જ ઘરફોડ ચોરીના ગુનાઓમાં પણ તેઓ સામેલ હોવાની હકીકત જાણવા મળી છે. જેથી પોલીસ અધિક્ષક દ્વારા સ્પેશિયલ SITની રચના કરવામાં આવી હતી. જેમાં LCB પી.આઈ હરપાલસિંહ ચૌહાણ તથા આણંદ રૂરલ પી.એસ.આઇ આઈ એમ ઘાસુરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમણે ઝીણવટ ભરી તપાસ કરી આ ગુનાનો ભેદ ઉકેલ્યો હોવાની આણંદ પોલીસ અધિક્ષકે જાણકારી આપી હતી.
સિરિયલ કિલરોને પકડી પાડતી આણંદ ક્રાઈમ બ્રાન્ચ પકડાયેલા આરોપીઓમાં (1) દિલીપ ઉર્ફે ડાયો ગગન ચાવડા (2) સલીમભાઈ ઈસ્માઈલભાઈ પટેલ (3) વિજય ઉર્ફે ચકો જશભાઈ ચાવડાનો સમાવેશ થાય છે. આરોપીઓની ઉંડાણપૂર્વકની તપાસ કરતાં તેઓ અગાઉ પણ 1999થી 2019 સુધી રાજ્યના વિવિધ જિલ્લા ખાતે ચોરી લૂંટ અપહરણ અને બ્લેકમેલિંગ તથા ચીટીંગના કુલ અલગ-અલગ 10 ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે પામ્યું છે. આરોપીઓ વિરુદ્ધ 9થી વધુ ગુના ખંભાત-તારાપુર વિરસદ તથા વાસદ બગોદરા હાઈવે પર જુદા-જુદા સ્થળો પણ નોંધાયેલા છે. જેમાં ગેંગરેપ, મર્ડરસ, કિડનેપિંગ, લૂંટ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
આણંદ એલસીબી પોલીસે પકડાયેલા આરોપીઓની ટેકનિકલ પૂછપરછ કરતા આરોપીઓએ બોરસદ, વડોદરા, પાદરા, વડુ, કરજણ વિસ્તારમાં અજાણી સ્ત્રીઓનું અપહરણ કરી ગેંગરેપ સાથે લૂંટ કરેલ હોવાની તથા તેમની સાથે અન્ય સાગરિત મહિલાઓની મદદ લીધી હોવાનું જાણવા મળ્યું છે અને તેમના દ્વારા ચીટીંગ અને બ્લેક મેઇલિંગની ઘટનાઓને અંજામ આપ્યો હોવાના અલગ-અલગ 8 ગુનાઓની કબૂલાત પણ કરવામાં આવી હતી.
આમ ગુરુવારે આણંદ એલસીબી પોલીસે વર્ષ 2019માં ગેંગરેપ વિથ મર્ડર લૂંટ અપહરણ તેમજ ચોરીના 9થી ઉપરાંત ગુનાઓનું પર્દાફાશ કરી વોન્ટેડ સિરિયલ કિલર ગેંગને ઝડપી પાડી છે.