ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના કાળમાં ઘરે ઘરે જઈને સરવે કરનારા કોરોના વોરિયર્સની અવદશા સાંભળી તમે પણ કહેશો 'ઓ બાપ રે' - Corona Vaccination in Gujarat

આણંદમાં કોરોના વોરિયર્સે (Corona Warriors of Anand ) જિલ્લા કલેક્ટરને મહત્વના મુદ્દા અંગે રજૂઆત કરી હતી. સાથે જ તેમણે ભરતી પરીક્ષામાં 25 ટકા ગ્રેસ આપી સન્માનિત કરવાની પણ માગ (Grace Marks to Corona Warriors) કરી હતી.

કોરોના કાળમાં ઘરે ઘરે જઈને સરવે કરનારા કોરોના વોરિયર્સની અવદશા સાંભળી તમે પણ કહેશો 'ઓ બાપ રે'
કોરોના કાળમાં ઘરે ઘરે જઈને સરવે કરનારા કોરોના વોરિયર્સની અવદશા સાંભળી તમે પણ કહેશો 'ઓ બાપ રે'

By

Published : May 21, 2022, 4:37 PM IST

આણંદઃ રાજ્ય સરકારે મહિલા આરોગ્યકર્મી અને મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરની ભરતી કરવાની પ્રક્રિયા (Recruitment of Women Health Workers and Multi Purpose Health Workers) હાથ ધરી છે. ત્યારે આ પ્રક્રિયામાં 11 મહિનાના કરારથી ફરજ બજાવતા કોરોના વોરિયર્સને 25 ગ્રેસ માર્ક્સ (Grace Marks to Corona Warriors) આપવાની માગ ઊઠી છે. ત્યારે કોરોના વોરિયર્સે આ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.

આ પણ વાંચો-Charcoal Painting Artist: કોરોના કાળમાં નોકરી છૂટી તો માનસિક તાણે બહાર લાવ્યો ઉમદા ચિત્રકાર

કોન્ટ્રાક્ટ પર ફરજ નિભાવી રહ્યા છે કર્મચારીઓ - ગુુજરાત જનતા જાગૃતિ મંચના (Gujarat Janata Jagruti Manch) પ્રમુખ રજનીકાંત ભારતીયે જણાવ્યું હતું કે, લાંબા સમયથી ભરતી ન આવવાથી હેલ્થ વર્કરની ખાલી જગ્યાઓ ઉપર નજીવા વેતનમાં આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ (Recruitment of Women Health Workers and Multi Purpose Health Workers) ફરજ બજાવી રહ્યા છે.

આ પણ વાંચો-Corona vaccination in Gujarat:પાલીતાણાના આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન સ્ટોરેજ માટે વીજળીની વ્યવસ્થાનું ETV Bharatનું રીયાલીટી ચેક...

2 વર્ષથી કોરોનાનો કહેર - તેમાં પણ છેલ્લા 2 વર્ષથી કોરોનાને વાયરસે કહેર (Corona Cases in Gujarat) વર્તાવ્યો છે. એવા સમયમાં આ કર્મચારીઓએ કોરોના સંક્રમિત થવાના ભય વચ્ચે પોતાના જીવને જોખમમાં મુકી ઘરે ઘરે સરવે કરી શંકાસ્પદ કેસ શોધ્યા છે, ટેસ્ટ કર્યા છે. જોખમી વિસ્તારમાં જઈને કોરોના પોઝિટિવ દર્દીને ક્વોરન્ટાઈન કર્યા છે. વેક્સિનેશનની 100 ટકા કામગીરી (Corona Vaccination in Gujarat) કરી રાજ્યને કોરોનામુક્ત કર્યું છે.

કોરોના વોરિયર્સને રાતોરાત છૂટા કરી દેવાની બીક - ભરતી પ્રક્રિયા બાદ 5,000 જેટલા આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના કોરોના વોરિયર્સને નોકરીમાંથી રાતોરાત છૂટા કરી દેવામાં આવશે. વર્ષોથી આઉટસોર્સ એજન્સીઓ વચેટીયાઓના ભ્રષ્ટાચારને પ્રોત્સાહન અપાતું હોવાની સ્થિતિ જોવા મળે છે. આથી કોરોના વોરિયર્સને કાયમી ભરતીની પરીક્ષામાં 25 ટકા ગ્રેસ માર્ક્સ આપી (Grace Marks to Corona Warriors)સન્માનિત કરવાની માંગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details