આણંદઃ શહેરના રેલવે ગોદી પાસે આવેલી મહાત્મા ગાંધીજીની પૂર્ણ કદની પ્રતિમાને આણંદ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ પુષ્પ માળા અર્પણ કરી વંદન કર્યા હતા, આણંદ બેઠક પરથી ધારાસભ્ય કાન્તીભાઈ સોઢા પરમાર સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ભેગા મળી સરકાર વિરોધી નારા લગાવ્યા હતા.
આણંદ કોંગ્રેસ અગ્રણીઓએ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી નોંધાવ્યો વિરોધ - Anand Congress
2જી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા આણંદ રેલવે ગોદી પાસે આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી, સરકારીની યોજનાઓ અને નીતિનો વિરોધ પ્રદર્શન કર્યો હતો.
આણંદ કોંગ્રેસ અગ્રણીઓએ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી નોંધાવ્યો વિરોધ
કોંગ્રેસ દ્વારા ધરણા કરતા સોશિયલ ડિસ્ટનસિંગ અને નિયમોનું ઉલ્લંઘન થતા, પોલીસ દ્વારા આગેવાનો સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.