આણંદ : રાજ્યમાં રખડતા ઢોરને લઈને વારંવાર કોઈને કોઈ ઘટનાઓ સામે આવતી જોવા મળતી હોય છે. જેને ધ્યાને લેતા સરકાર દ્વારા પણ કડક કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે અને અલગ અલગ અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યા ( stray cattle anand) છે. આ દરમિયાન, આણંદમાં ઢોર પકડવા આવેલા નગરપાલિકાના કર્મચારીઓ પર પશુપાલકોએ હુમલો કર્યો હતો. નગરપાલિકામાં કોન્ટ્રાકટમાં કામ કરી રહેલા કર્મચારી પર મહિલા સહિત અનેક લોકોએ દંડા વડે હુમલો કર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. Anand civic officials attacked
આણંદમાં રખડતા ઢોર પકડતી નગરપાલિકાની ટીમ પર થયો હુમલો, જૂઓ વીડિયો - પોલીસ ફરિયાદ કરવામાં આવી
આણંદ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને લઈને કરવામાં આવેલી કામગીરીએ શહેરમાં ચકચાર મચાવી દીધી ( stray cattle anand) છે. રખડતા ઢોર પકડવા ગયેલા નગરપાલિકાના કર્મચારી પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ બાદ, કર્મચારીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જેને હાલ તપાસ હથ ધરવામાં આવી છે. Anand civic officials attacked
પશુપાલકોની દાદાગીરી : આણંદમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો (stray cattle Torture) છે. જેને લઈને નગરપાલિકા દ્વારા અનેક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીને કારણે ઢોર વિભાગમાં કામ કરતા કર્મચારીઓ અને કમિટી સાથે સંકળાયેલા સભ્યોને વારંવાર ધમકીઓ મળતી હોય છે, તેમ છતાં કર્મચારીઓ પોતાની ફરજ બજાવવામાં અડગ રહ્યા છે. આજે રવિવારે બપોરના સમયે આણંદના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગાય પકડવા પહોંચેલી આણંદ નગરપાલિકાની ટીમ પર કામગીરી દરમિયાન વિસ્તારમાં રહેતા પશુપાલકો દ્વારા લાકડી અને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો . જેમાં આણંદ નગરપાલિકાના ઢોર વિભાગમાં ફરજ બજાવતા એક કોન્ટ્રાક્ટના કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બાદ, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. Anand municipality stray cattle
કોન્ટ્રાક્ટના કર્મચારી ઈજાગ્રસ્ત : આણંદ નગરપાલિકાના ઢોર વિભાગના ચેરમેન મહેન્દ્રસિંહે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે મધ્યસ્થી કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ તેમના પર પણ હુમલો કર્યો હતો. આથી, નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલર અને કોન્ટ્રાક્ટના કર્મચારી ઈજાગ્રસ્ત બનતા તેમને આણંદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને કારણે શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બાદ, ઘટનાને પગલે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓ સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા કોન્ટ્રાક્ટના કર્મચારીને યોગ્ય સારવારની વ્યવસ્થા ઉભી કરી નગરપાલિકાની ટીમ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. આમ, હુમલામાં ભાગ ભજવનાર તમામ વિરુદ્ધ ફરિયાદ આપવા માટે કાર્યવાહી હાથ કરી હતી.