ગુજરાત

gujarat

ETV Bharat / state

National Milk Day 2021: શ્વેતક્રાંતિના જનક ડો. વર્ગીસ કુરિયનની 100મી જન્મજયંતિની આણંદમાં ઉજવણી - Tribhuvandas Patel

વિશ્વમાં મિલ્ક્મેન ઓફ ઇન્ડિયાની (Milkman of India) ઓળખ ધરાવતા શ્વેતક્રાંતિના જનક (father of White Revolution) તેવા વર્ગીસ કુરિયનની આજે 100મી જન્મજયંતિની ઉજવણી (100th birth anniversary of Dr Verghese Kurien) સમગ્ર વિશ્વમાં થઇ રહી છે. ડૉ. કુરિયનનો જન્મ વર્ષ 1921ની 26મી નવેમ્બરના દિવસે કેરલ રાજ્યના કેલીક્ટ (કીઝીકોડે) મુકામે થયો હતો. જન્મ સ્થળેથી 1625 કિલોમીટર દુર ગુજરાતના આણંદને તેમણે કર્મ ભૂમિ બનાવીને દેશને દૂધ ઉત્પાદન ક્ષેત્રે સર્વોચ સ્થાન અપાવીને દેશને એક અતુલ્ય સિદ્ધિ હાસિલ કરાવી તેવા ડૉ. કુરિયન વિશે વિસ્તૃત જાણકારી મેળવીશું આજના આ વિશેષ અહેવાલમાં...

National Milk Day 2021
National Milk Day 2021

By

Published : Nov 26, 2021, 7:43 AM IST

  • મિલ્ક્મેન ઓફ ઇન્ડિયાની ઓળખ ધરાવતા શ્વેતક્રાંતિના જનક તેવા વર્ગીસ કુરિયનની આજે 100મી જન્મજયંતિ
  • ડો. કુરિયનનો જન્મ 26મી નવેમ્બર 1921ના દિવસે કેરલ રાજ્યના કેલીક્ટ (કીઝીકોડે) મુકામે થયો હતો
  • 1625 કિલોમીટર દુર ગુજરાતના આણંદને તેમણે કર્મ ભૂમિ બનાવી

આણંદ: દેશમાં અમુલ આજે તેના 75 વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી(Celebrating 75 years of Amrut Mahotsav) કરી રહ્યું છે, ત્યારે અમુલની આજની મજબુત સહકારી માળખાનો શ્રેય ડૉ. વર્ગીસ કુરિયનને (Dr Verghese Kurien) જાય છે. તેઓ વ્યવસાયએ એન્જિનીયરની ડીગ્રી ધરાવતા હતા. તે સમયે દેશમાં પોલસન નામની ડેરી(dairy named Paulson) પશુપાલકોને તેમના દૂધનું યોગ્ય વળતર નહિ આપી શોષણ કરતી હતી. તે સમયે સરદાર પટેલ અને ત્રિભુનદાસ પટેલની આગેવાનીમાં પશુપાલકોના હિતમાં દુધનો યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી 1 મંડળી થાકી દૂધ એકત્ર કરવાની શરૂઆત કરવામાં આવી અને જોતજોતામાં 250 લીટર દૂધ એકત્ર થઇ ગયુ ત્યારે ડૉ. કુરિયનની મદદથી ત્રિભુવનદાસ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ આ પ્રકારની મંડળીઓ રચવાની શરૂઆત કરવામાં આવી અને આજની અમૂલના પાયા નખાયા હતા.

26મી નવેમ્બર 1921ના રોજ કેરલના કેલીકટ (કોઝીકોડે) મુકામે જન્મ થયો

ડો. કુરિયનનો (Milkman of India) જન્મ 26મી નવેમ્બર 1921ના (National Milk Day 2021) રોજ કેરલ રાજ્યના કેલીકટ (કોઝીકોડે) મુકામે થયો હતો. તેમના પિતા પુથેન પરાકલ કુરિયન પ્રખ્યાત સિવીલ સર્જન હતા. તેમણે 1940માં લોયેલા કોલેજમાંથી વિજ્ઞાનમાં સ્નાતકની ઉપાધિ મેળવી અને એન્જિયરીંગની ડિગ્રી ગુઈન્ડી એન્જીયરીંગની કોલેજ ચેન્નાઈમાંથી મેળવી હતી. 1943માં તેઓ ટીસ્કો ટેક્નિકલ ઈન્સ્ટીટ્યુટમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે જોડાયા અને તાલીમ બાદ ટીસ્કોમાં ઓફિસ એપ્રેન્ટિસ તરીકે કારર્કિદી શરૂ કરી બે વર્ષ કરતા ઓછા ગાળામાં ભારત સરકારની ડેરી એન્જીયરીંગ અભ્યાસ માટે સ્કોલરશીપ મળતા તેમણે ટીસ્કો છોડ્યું હતું. બેંગ્લોર ખાતેની ઈમ્પિરીયલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એનિમલ હસબન્ડરી એન્ડ ડેઈંગમાં ખાસ તાલીમ લીધા બાદ તેઓ અમેરિકા ગયા મિશીગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી 1948માં ડેરી એન્જીયરીંગના ગૌણ વિષય સાથે મિકેનીકલ એન્જિયરીંગમાં અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી તેમને સ્વદેશ પાછા ફરતા તેમની નિયુક્તી ગુજરાતના આણંદ સ્થિત સરકારી ટ્રિમરીમાં થઈ હતી.

ત્રિભુવનદાસ પટેલે તેમને સહકારી ડેરીને મદદરૂપ થવા આગ્રહ કર્યો

તેઓ 13મી મે 1949ના રોજ આણંદમાં આવ્યા હતા. તેમનું ધ્યેય બોન્ડમાંથી મુક્તિ મેળવી શક્ય એટલું જલ્દી આણંદ છોડવાનું હતું. 1949ના અંતમાં જ્યારે તેમને સરકારી કર્મીમાંથી છૂટા થવાનો આદેશ મળતાં તેઓ મુંબઈ જવા માટે આતુર હતા. તે દરમિયાન ખેડા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંધ (જે અમૂલ તરીકે પ્રખ્યાત છે)ના ચેરમેન ત્રિભુવનદાસ કે. પટેલે તેમને આણંદમાં વધુ રોકવા અને સહકારી ડેરીને મદદરૂપ થવા આગ્રહ કર્યો. કુરીયને વધુ રોકવાનું નક્કી કર્યું અને આણંદ રહ્યા અને પછી જે બન્યું તે એક ઈતિહાસ બની ગયો. શરૂઆતમાં તેમણે વિચાર તેના મિત્રને નાની ડેરી ચાલુ કરવા મદદ કરતો હતો પરંતુ ધીમે ધીમે તેમના ગુરૂ ત્રિભુવનદાસ પટેલે ચાલુ કરેલ ડેરીની ભુમિકા આત્મરાત કરી હતી. એક ઈજનેરમાંથી તેઓ એક જનરલ મેનેજર થયા અને કુશળ અમલદારમાંથી એક લડવૈયા બન્યા એટલે ખેડૂતના માટે દૂધ ઉત્પાદન કરતો દેશ તરીકે ઉભરી આવવામાં મદદ કરી હતી.

તેમના મતે ટેક્નોલોજી ખેડૂતોના હાથમાં રહેવાથી લાખો ગરીબ લોકોનું જીવન સ્તર ઉંચુ આવશે

તેમણે પોતાનું કારર્કિદી જીવન ભારતીય ખેડૂતોને સમર્થ બનાવવા સમર્પિત કરી દીધું હતું તે દરમિયાન તેઓ અનેક સંસ્થા જેમ કે નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB) (1995-1998), ગુજરાત કો- ઓપરેટીવ મિહક માર્કેટીંગ ફેડરેશન લિમીટેડ (1973–2006) અને ઈન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (1973–2006)ના સંસ્થાપક ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ માને છે ટેક્નોલોજી અને વ્યવસાયિક વ્યવસ્થાપન ખેડૂતોના હાથમાં રહેવાથી લાખો ગરીબ લોકોનું જીવન સ્તર ઉંચુ આવી શકે છે.

ડો. કુરિયને ઓપરેશન ફલ્ડની યોજનાનું માળખું તૈયાર કર્યુ હતું

ડો. કુરિયને (Milkman of India) ડેરી વિકાસ માટે સહકારી ચળવળને મદદરૂપ થઈ જે કર્યુ તે ફક્ત ભારતમાં જ નહીં પણ વિકસિત દેશોમાં અને અંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માટે પણ નમૂના રૂપ છે. સાઈઠના દાયકામાં ડો. કુરિયને ઓપરેશન ફલ્ડની યોજનાનું માળખું તૈયાર કર્યુ હતું. જેનો ઉદ્દેશ્ય ભારતના ગામડાઓમાં વિદેશી ભંડોળ થકી દૂધની નદીઓ વહાવવાનો છે. 1700 કરોડ રૂપિયાના મૂડી રોકાણથી 25વર્ષ દરમિયાન વાર્ષિક રૂપિયા 5500 કરોડની કિંમતનું ભારતમાં દૂધ ઉત્પાદન જે વિકાસી દૃષ્ટિએ પુરા વિશ્વમાં અદ્વિતીય છે. ઓપરેશન ફર્સ્ટ ગ્રામ્ય ભારતની સૌથી મોટી રોજગારી યોજના અમલમાં આવી જેનાથી ડેરી (father of White Revolution) વિકાસનો આર્થિક, સંસ્થાકીય ઔદ્યોગિક અને સામાજિક વિકાસ ફુલ્યો ફાલ્યો હતો.

ઓપરેશન ફલ્ડ દ્વારા નિર્મિત સહકારી મંડળીઓએ ગ્રામ્ય સમુદાયને લોકશાહીનો પાઠ ભણાવ્યા

ઓપરેશન ફલ્ડ 3ની યોજના છેલ્લા એક દાયકા તથા ઓછા સમયગાળામાં પૂર્ણ થતા સુધી ગ્રામ્ય દૂધ ઉત્પાદકો તેમની ગ્રામ્ય દૂધ મંડળીએ આપના દૂધનું વળતર મેળવે છે. આપણા ઉપભોક્તાઓ હંમેશા ગુણવત્તા સભર દૂધ વ્યાજબી ભાવ મળવાની ખાત્રી છે. ગ્રામ્ય દૂધ મંડળીઓ અને સમવાયી સંસ્થાઓએ જાતિ, ધર્મ અને રાજકારણના કૃત્રિમ ભેદભાવો તેના સહકારી માળખાથી ભૂંસી નાખવાનું ચાલુ રાખ્યું છે. ગ્રામ્ય મંડળીઓએ પશુ- સંવર્ધન અને પશુ સારવારની સેવાઓ પુરી પાડવાનું ચાલુ રાખ્યું છે. ઓપરેશન ફલ્ડ દ્વારા નિર્મિત સહકારી મંડળીઓએ ગ્રામ્ય સમુદાયને લોકશાહીનો પાઠ ભણાવવાનું ચાલુ રાખ્યુ છે. જેથી રાષ્ટ્ર સલામતરૂપ છે. આજે લગભગ 22 રાજ્યોના 180 દૂધ સંધ સંયોજીત એક લાખ કરતા વધારે ગામના 120 લાખ ખેડૂતોને ઉજળા ભવિષ્યની ખાત્રી છે.

ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા

તેઓના કાર્યોએ ઘણી જ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે. ભારત સરકારે તેમને પદ્મ વિભુષણથી નવાજ્યા હતા. તેઓએ વર્લ્ડ ફુડ પ્રાઈઝ, સામુદાયિક નેતાગીરી માટે રેમન મેગ્સેસે એવોર્ડ, કાર્નેત્રી- વોટલર વર્લ્ડ પીસ પ્રાઈઝ અને યુ.એસ.થી આંતરરાષ્ટ્રીય પર્સન ઓફ ધ યર અને અસંખ્ય પારિતોષિક અને પ્રસ્શતિપત્રો સમગ્ર વિશ્વમાંથી મેળવ્યા છે. જીવન પર્યંત મળતા પારિતોષિકો વ્યક્તિની ખ્યાતિમાં અગત્યના મુદ્દાઓ છે પરંતુ તેના કાર્યોએ દરરોજ સવાર સાંજ લાખો લોકને સ્પર્શ્યા છે. ડો. કુરિયન અવિવાદિત ભારતના દૂધવાળા છે.

NCAER અનુસાર ઓપરેશન ફલ્ડ એરીયામાં 75 ટકા કરતાં વધારે દૂધાળાં પશુઓ રાખનારા કુટુંબો નાના તથા સીમાંત ખેડૂતો (જેની પાસે બે હેક્ટરથી ઓછી જમીન હોય) અને જમીન વિહોણા અને દૂધ મંડળીઓમાં 70 ટકા સભ્યપદ ધરાવતા દૂધ ઉત્પાદકો 1 કે 2 દૂધાળાં પશુ ધરાવે છે.

ડો. કુરિયનની સર્જનાત્મકતા અને નેતાગીરી ફક્ત ડેરી વિકાસ માટે મર્યાદિત નથી પરંતુ બીજા ક્ષેત્રોમાં પણ છે. તેમની દૂધને ક્રાંતિ પછી સરકારે પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ખાદ્ય તેલ, ફળફળાદિ અને શાકભાજી વગેરેને એમની કાળજી હેઠળ મુક્યા હતા. સહકારી છત્રછાયા વૃક્ષારોપણ અને મીઠાના ઉત્પાદન સુધી વિસ્તૃત પામી હતી.

ઈ.સ. 1979માં તેલિબીયાં ઉત્પાદક હંકારી યોજનાની સ્થપના થતા ઉત્પાદકો તથા ગ્રાહકો વચ્ચે સીધું જોડાણ પત્તાં તેલના વ્યપારીઓ અને વિનીમયનો ફાળો હતો. આ પીજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તેલની કિંમતો સ્થિર રાખવી, તેલ ઉત્પાદકોને વધુ ઉત્પાદન મેળવવા વધુ વળતર પુરી પાડવા અને ભારતની તેલ આયાત પર પરાવલંબી ઘટાડવનો છે. ડો કુરિયને પારા બજારમાં મુકતા ખાદ્ય તેલના વેપારમાં ક્રાંતિ સર્જી 80ના દાયકામાં ભારત સરકારની વિનંતીને ધ્યાનમાં લઈ તેમણે દિલ્હીમાં શાકભાજી અને ફળફળાદિના સંપાદન અને વેચાણ માટે પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો. યોજનાનો ધ્યેય ઘણાં રાજ્યોના ફળફળદી અને દિલ્હીના ઉપભોક્તાઓ વચ્ચે સીધી લીંક પુરી પાડવાનો હતો.

ડો. કુરિયન (100th birth anniversary of Dr Verghese Kurien) દીધ દ્રષ્ટા હતા. તેમણે ડેરીઓ સ્થાપવાની શરૂઆત કરી અને સંસ્થાના સ્થાપક તરીકે પૂર્ણ કર્યુ હતું. 1979 રાષ્ટ્રના ખેડૂતોની જરૂરિયાત માટે કામ કરવા ભારતના યુવાનોને આકર્ષવા તાલીમ પાડવા તથા તેમને પ્રેરણા પુરી પાડવાના આશયથી ડો. કુરિયને 1979માં ઈરમાની (IRMA) સ્થપના કરી હતી. શરૂઆતના તબક્કે ઈરમા (IRMA) (આખા દેશમાં શરૂ થતી સહકારી મંડળીઓ) સંશોધનને પ્રોત્સાહિત કરવા માટે હતી. ઘણાં વર્ષોથી આ સંસ્થાએ તેલિબીયાં, ફળફળાદિ, શાકભાજી અને જંગલ પેદાશો વિગેરે ક્ષેત્રોને વિસ્તૃત કરી આવરી લીધી છે.

  • 1988: ઈ.સ. 1988માં ડો. કુરિયને રાજ્ય સહકારી ડેરી ફેડરેશનો માટે રાષ્ટ્રીય સ્તરની સંસ્થા રાષ્ટ્રીય ડેરી સહકારી ફેડરેશનના માળખાગત સુધારા માટે મદદ કરી.
  • 1988 આણંદની જુદીજુદી સંસ્થાઓના કર્મચારીઓના બાળકોને ગુણવતા સભર શિક્ષણ મળી રહે તે માટે આનંદાલય એજ્યુકેશન સોસાયટીની સ્થાપવા મદદ કરી. આજે તે રાષ્ટ્રની સારામાં સારી શાળાઓની એક છે.
  • 1994- 95માં તેમણે ડેરી ટેક્નોલોજીના અભ્યાસ કરતા વિધાર્થીઓને ડેરી પ્લાન્ટની તાલીમ મળી રહે તે માટે વિદ્યા ડેરીની સ્થાપનામાં મદદ કરી.
  • ડો. કુરિયનનો મુખ્ય ફાળો સંસ્થાઓપતિનું નવઘડતર કરવું. જેથી લોકોન વિકાસ માટે પ્રોત્સાહિત કરાય અને તેમની ભાગીદારીથી સારી વિકાસ સાધે. તેઓ સમજે છે કે રાષ્ટ્રની મોટી મુડી આ જન સમુદાય છે અને તેમણે તેમનું જીવન લોકોની શક્તિને નાથી તેમને ઉપર લાવવા સમર્પિત કર્યું હતું.
  • ડો. કુરિયને તેમની જ્વલંત કારર્કિદી દરમિયાન ઘણાં પ્રસ્શ્તિપત્રો અને પારિતોષકો મેળવ્યા જેમાં આનો સમાવેશ થાય છે.
  • પદ્મશ્રી (1965), પદ્મભૂષણ (1966)
  • સામુદાયિક નેતાગીરી માટે રેમન મેગ્સેસે એવોર્ડ (1963) વર્લ્ડ ડેરી એક્સ્પો. મેડીશન વિસ્કોનસીન, અમેરીકા તરફથી આંતરરાષ્ટ્રીય પર્સન ઓફ ધ યર (1993)
  • કૃષિ રત્ન એવોર્ડ (1986)
  • કેરનેત્રી ફાઉન્ડેશનનું વોટલર શાંતિ પારિતોર્ષિક (1986) વર્લ્ડ ફૂડ પ્રાઈઝ લોરીએટ (1989)
  • પદ્મ વિભૂષણ (1999)

આ પણ વાંચો: Birth Centenary Year of Dr Verghese Kurien - ઉજવણીના ભાગરૂપે IRMAએ શરૂ કર્યો નવો કોર્સ

આ પણ વાંચો:'મિસાઈલ મેન' અબ્દુલ કલામની 88 મી જન્મ જયંતી, ચાલો IRMA માં તેમની 2002ની યાદગાર મુલાકાતે

ABOUT THE AUTHOR

...view details