આણંદ કૃષિ યુનિવર્સિટીની 'Eye Farmer' એપને મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર - news about farming
આણંદઃ કૃષિ અને પશુપાલન સાથે સંકળાયેલા ગ્રામજનો ખેતી તેમજ પશુપાલનને લગતા પ્રશ્નો સમસ્યાઓના ઝડપી નિરાકરણ લાવી શકે અને સ્થાનિક ભાષામાં જ માહિતી અને માર્ગદર્શન મેળવી શકે તે ઉદ્દેશ્યથી આણંદ કૃષિ યુનિવર્સિટીએ એપ્લીકેશન બનાવી હતી. આ ઉમદા કાર્ય માટે કૃષિ યુનિવર્સિટીને મુંબઇ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં બેસ્ટ એજ્યુકેશન એપ્લિકેશનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
![આણંદ કૃષિ યુનિવર્સિટીની 'Eye Farmer' એપને મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર aanad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5484270-253-5484270-1577220918825.jpg)
મુંબઈ ખાતે યોજાયેલ સમારંભમાં આણંદ કૃષિ યુનિવર્સિટીની આઈ ખેડૂત એપ્લિકેશનને એવોર્ડ એનાયત કરાયો હતો. યુનિવર્સિટીના ડિરેક્ટર ડૉ. ધવલ કથીરિયા અને ડિરેક્ટર ઓફ સ્ટુડન્ટ વેલ્ફેર ડૉક્ટર ડી.એચ.પટેલ ઉપસ્થિત રહીને એવોર્ડની સ્વીકૃતિ કરી હતી. આઇ ખેડુત માળખામાં સમાવિષ્ટ તમામ એપ્લિકેશન ગુજરાતી ભાષામાં તૈયાર કરાઈ છે. જેથી છેવાડાના ગામમાં રહેતો ખેડૂતો કે પશુપાલક સરળ રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરીને જરૂરી માહિતી મેળવી શકે. 21મી સદીના આધુનિક યુગમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી કુલ 100 કરતાં પણ વધારે એપ્લિકેશનો આજે સમગ્ર દેશમાં બે લાખ કરતાં વધુ ખેતી સાથે સંકળાયેલ વ્યક્તિઓ ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂતો સાથે સાથે વિદ્યાર્થીઓને પણ આ એપ્લિકેશન તેટલી જ ઉપયોગી નીવડે છે.