ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ કૃષિ યુનિવર્સિટીએ સૂર્ય શક્તિ સંચાલિત ઇકો ફ્રેન્ડલી હાથલારી વિકસાવી - handloom

આણંદ: સામાન્ય રીતે આપણા દેશમાં ઉનાળા દરમિયાન શાકભાજી અને ફળને જુટ બેગ, વાંસના ટોપલા અને લાકડાના બોક્સમાં પેક કરી અથવા ખુલ્લી લારીમાં મૂકી ફેરીયાઓ વેચતા હોય છે. જેને કારણે કેટલીકવાર ગરમીમાં શાકભાજી તથા ફળ બગડી જતા હોય છે અને આ શાકભાજી ફળ બગડી જવાને કારણે છૂટક ધંધો કરતા ફેરીયાઓ તથા  વેપારીઓને આર્થિક નુકસાન થતું હોય છે. તે માટે ફેરીયાઓને આ નુકસાન ના વેઠવું પડે માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના ફ્રૂટ પ્રોસેસિંગ ટેક્નોલોજી એન્ડ બાયો એનર્જી કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા સૂર્યશક્તિથી ચાલતી એક ઇકોફ્રેન્ડલી હાથલારી વિકસાવવામાં આવી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીએ સૂર્ય શક્તિ સંચાલિત ઇકો ફ્રેન્ડલી હાથલારી વિકસાવી

By

Published : May 30, 2019, 9:29 AM IST

આ ઇકો ફ્રેન્ડલી હાથલારીમાં સંગ્રહ ચેમ્બરની અંદરનું તાપમાન 22થી 25 સેલ્સિયસ હોય છે અને ભેજ 82થી 85 ટકા જળવાઈ રહે છે. આ ઇકોફ્રેન્ડલી હાથલારી શાકભાજીને તાજી રાખીને રીટેલ કક્ષાએ નુકશાન ઘટાડવામા તથા શાકભાજીની ટકાઉ શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. શાકભાજીના ભૌતિક વજન ઘટાડવામાં ઉપયોગી નીવડે છે. જેથી ફેરિયાઓની આવક અને ઉપલબ્ધી વધે છે. સાથે જ શાકભાજીના નુકસાનમાં ઘટાડો થાય છે અને ગ્રાહકને સારી ગુણવત્તાવાળું અને ફ્રેસ શાકભાજી મળી રહે છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીએ સૂર્ય શક્તિ સંચાલિત ઇકો ફ્રેન્ડલી હાથલારી વિકસાવી

આ ઇકો ફ્રેન્ડલી હાથલારીમાં ઇલેક્ટ્રોનિક કે વિદ્યુત ઉર્જાની જરૂરિયાત પડતી નથી. આ હાથલારી સૂર્ય શક્તિ સંચાલિત કુંલીન સિસ્ટમ સાથે બેટરી બેકઅપ પણ મળી રહે છે અને આ હાથલારી પર લગાવવામાં આવેલા સોલરપેનલને કારણે બેટરી ચાર્જિંગ પણ કરી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details