આણંદ: પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે સવારે વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલો એક નંબર પ્લેટ વગરનો આઈસર ટેમ્પો સામરખા પાસે પલ્ટી મારી ગયો હતો. જેના કારણે આઇસરમાં ભરેલી શાકભાજીની થેલીઓની આડમાં લઇ જવામાં આવી રહેલી વિદેશી દારૂની બોટલો તુટી હતી. આ અંગે ઘટનાની જાણ થતા આણંદ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રેઈન બોલાવીને ટેમ્પાને સીધો કરાવી તેમાં તપાસ કરતાં શાકભાજીની બેગની નીચે સંતાડેલીને રાખેલી વિદેશી રૂપિયા 3.60ની દારૂની 870 બોટલો મળી આવી હતી.
આણંદ: સામરખા એક્સપ્રેસ હાઈવે પર પલ્ટી મારી ગયેલા આઈસરમાંથી 3.60 લાખનો વિદેશી દારૂ મળ્યો - anand news
મંગળવાર સવારે અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર આવેલા સામરખા નજીક શાકભાજી ભરેલો આઇસર ટેમ્પો પલટી મારી ગયો હતો. જેમાં કોઇને જાનહાની પહોંચી હતી નહીં પરંતુ શાકભાજીની આડમાં દારૂની હેરાફેરીનો ભેદ ઉકેલાયો હતો.

આણંદ : સામરખા એક્સપ્રેસ હાઈવે પર પલ્ટી મારી ગયેલા આઈસરમાંથી 3.60 લાખનો વિદેશી દારૂ મળ્યો
પોલીસે ટેમ્પો અને દારૂની બોટલો સહિતનો કુલ રૂપિયા 20.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.