આણંદઃ આગામી 19 જૂનના રોજ જ્યારે રાજ્યસભાની ચાર બેઠકો માટે ગુજરાતમાં ચૂંટણી યોજાનારી છે. ત્યારે ગુજરાતમાં રાજકારણનું મિજાજ જ કંઇક અલગ દિશામાં જઈ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. હાલમાં જ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી જે યુપીએનો એક ઘટક પક્ષ છે તેના ગુજરાતના પ્રભારી દ્વારા પ્રદેશ પ્રમુખને આદેશ કરવામાં આવ્યો છે.
રાજ્યસભા ચૂંટણી: મનનું માનવું કે પ્રદેશનું, અસમંજસમાં એનસીપી
આગામી 19 જૂનના રોજ જ્યારે રાજ્યસભાની ચાર બેઠકો માટે ગુજરાતમાં ચૂંટણી યોજાનારી છે. ત્યારે ગુજરાતમાં રાજકારણનું મિજાજ જ કંઇક અલગ દિશામાં જઈ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. હાલમાં જ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી જે યુપીએનો એક ઘટક પક્ષ છે તેના ગુજરાતના પ્રભારી દ્વારા પ્રદેશ પ્રમુખને એક આદેશ આપવામાં આવ્યો છે. જેથી એનસીપી માટે અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને ગુજરાતના પ્રભારી પ્રફુલભાઇ પટેલના આદેશથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ જયંત પટેલે કહ્યું કે, રાજ્યસભાની ચૂંટણીમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વોટ આપવો જોઈએ, આ માટે વીટો પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આગામી રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપીના ધારાસભ્ય દ્વારા કોને મત આપવો તેનું અસમંજસ ઊભું થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. એક તરફ એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા થોડા દિવસો અગાઉ મીડિયા સમક્ષ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ટેકો કરવાની વાત જાહેર કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ એનસીપીના પ્રદેશમાંથી વીટો પાવર થકી કોંગ્રેસ પક્ષને સમર્થન આપવા માટે તથા કોંગ્રેસના ઉમેદવારના પક્ષમાં મતદાન કરવા માટે જ્યારે વીપ થકી આદેશ કરવામાં આવ્યા છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં નવી કરવટ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.