- આણંદ નગરપાલિકાની કમાન ચીફ ઓફિસરને સોંપવામાં આવી
- 15 વર્ષ પહેલાં કરવામાં આવી હતી વહીવટદારની નિમણુંક
- જેના ટેન્ડર બહાર પડી ગયા છે તેવા કામો પૂર્ણ કરવામાં આવશે: ચીફ ઓફિસર
આણંદ નગરપાલિકામાં વહીવટદાર નિમાયા, જેના ટેન્ડર બહાર પડી ગયા છે તેવા કામો પૂર્ણ કરવામાં આવશે - આણંદ ચીફ ઓફિસર
આણંદ નગર પાલિકાની આજે 14મી ડીસેમ્બરના રોજ મુદત પુરી થઇ રહી છે. ત્યારે નગરપાલિકા સ્ટાફ અને કાઉન્સિલરો દ્વારા નગરપાલિકામાં સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોનાના પગલે પાલિકાની ચૂંટણીને મુલત્વી રાખવામાં આવતી હોવાથી રાજ્ય સરકાર દ્વારા વહીવટદારને બદલે ચીફ ઓફિસરની નિમણૂંક કરી પાલિકાની કમાન ચીફ ઓફિસરને સોંપવામાં આવશે.

આણંદ
આણંદ : નગર પાલિકાની આજે 14મી ડીસેમ્બરના રોજ મુદત પુરી થઇ રહી છે. ત્યારે નગરપાલિકા સ્ટાફ અને કાઉન્સિલરો દ્વારા નગરપાલિકામાં સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોનાના પગલે પાલિકાની ચૂંટણીને મુલત્વમાં આવતી હોવાથી રાજ્ય સરકાર દ્વારા વહીવટદારને બદલે ચીફ ઓફિસરની નિમણૂંક કરી પાલિકાની કમાન ચીફ ઓફિસરને સોંપવામાં આવશે. જોકે, 15 વર્ષ બાદ આણંદ પાલિકામાં વહીવટદારને બદલે ચીફ ઓફિસરને તમામ વહીવટી જવાબદારીઓ સોપવાની સ્થિત ઉભી થઈ છે.
આણંદ નગરપાલિકામાં વહીવટદાર નિમાયા, જેના ટેન્ડર બહાર પડી ગયા છે તેવા કામો પૂર્ણ કરવામાં આવશે
કોરોનાને પગલે ચૂંટણી પંચે આણંદ શહેર સહિત વિવિધ પાલિકાની ચૂંટણીને મુલતવી રાખવામાં આવી હતી. બીજી તરફ આણંદ પાલિકામાં ચૂંટાયેલી પાંખની આજ રોજ મુદત પુરી થઇ રહી છે. હાલમાં ચૂંટણીની સ્થિતિ ન હોવાથી રાજ્ય સરકાર દ્વારા ચીફ ઓફિસરને નિમણૂંક કરી વધુ જવાબદારીઓ સોંપવામાં આવશે. આણંદ નગરપાલિકામાં 15 વર્ષે પહેલા 2005 માં વહીવટદારની નિમણૂંક કરાઇ હતી.
જેના ટેન્ડર બહાર પડી ગયા છે, તેવા કામો પૂર્ણ કરવામાં આવશે
વધુમાં ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું કે, સરકાર દ્વારા જણાવ્યા મુજબ આ સમયગાળા દરમ્યાન કોઈ વિધિવત કાર્યો કરવાના રહેતા નથી. પરંતુ પાલિકા દ્વારા મંજૂર થયેલા અને જેના ટેન્ડર બહાર પડી ગયા છે, તેવા કામો પૂર્ણ કરવામાં આવશે. નવી ચૂંટાયેલી પાંખ અને શાસકો વહીવટ નહીં સંભાળે, ત્યાં સુધી ચીફ ઓફિસર દ્વારા રોજે-રોજની કામગીરીનું વહન કરવામાં આવશે.