આણંદ: અમુલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લામાંથી 12 બેઠકો પર ચૂંટણી સંગ્રામ જામશે. અમુલ ડેરીના 1214 જેટલા ડેરી મંડળીઓના પ્રતિનિધિ, નિયામક મંડળના પ્રતિનિધિ માટે આગામી 29 ઓગસ્ટના દિવસે મતદાન કરશે. યોગ્ય રીતે ચૂંટણીનું આયોજન થાય તે માટેની તમામ વ્યવસ્થાની જવાબદારી આણંદ પ્રાંત અધિકારીના શિરે છે.
આગામી 29 ઓગસ્ટના રોજ યોજાશે અમુલની ચૂંટણી, જાણો કેવું રહેશે આયોજન
વિશ્વ સ્તરે ખ્યાતના ધરાકતી સૌથી મોટી સહકારી સંસ્થા અમુલ ડેરીમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે. કરોડોનો મલાઈદાર વહીવટ પર મજબૂત પકડ મેળવવા રાજકીય પક્ષે ચહેલ પહેલ તેજ થઈ જવા પામી છે, ત્યારે તંત્ર દ્વારા કેવા પ્રકારના આયોજનો કરવામા આવ્યા છે તે અંગે આણંદ પ્રાંત અધિકારી સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી.
આગામી 29 ઓગસ્ટના રોજ યોજાશે અમુલની ચૂંટણી
રામસિંહ પરમાર કૉંગ્રેસ પક્ષથી નારાજ બની ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને તેના ફળ સ્વરૂપ GCMMFના કરોડો રૂપિયાના વહીવટ કરવા ચેરમેન પદ મળ્યું હતું, જે હવે શામળજીને સોંપાઈ ગયું છે. બીજી તરફ અમુલ ડેરીની મહત્તમ બેઠકો પર કૉંગ્રેસનો દબદબો વધુ છે, ત્યારે અમુલના નિયામક મંડળની ચૂંટણી રસાકસી ભરી બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. હાલ તો તંત્ર સુમેળ ભરી રીતે ચૂંટણી પ્રક્રિયામાં કેવી રીતે પૂર્ણ થાય તેના આયોજનમાં જોતરાઈ ગઇ છે.