ગુજરાત

gujarat

ETV Bharat / state

જન્માષ્ટમી પૂર્વે અમૂલે પશુપાલકોને આપ્યાં સારા સમાચાર દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો

જન્માષ્ટમી પૂર્વે પશુપાલકો માટે આનંદના સમાચાર આવ્યાં છે. અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો છે. પ્રતિ કિલો ફેટ 740થી ભાવ વધી 760 થશે. આગામી 21 ઓગસ્ટથી નવો ભાવ અમલમાં આવશે. ભેંસના દૂધના ભાવમાં 1.25 થી 1.50 રૂપિયા પ્રતિ લીટર વધુ ચૂકવશે. ગાયના દૂધમાં પ્રતિ લીટર 0.50 પૈસા વધુ ચૂકવાશે. Amul increased milk price purchase price of milk GCMMF Kheda Milk Production Union Amul Dairy Chairman Ram Sinh Parmar

જન્માષ્ટમી પૂર્વે અમૂલે પશુપાલકોને આપ્યાં સારા સમાચાર દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો
જન્માષ્ટમી પૂર્વે અમૂલે પશુપાલકોને આપ્યાં સારા સમાચાર દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો

By

Published : Aug 18, 2022, 6:36 PM IST

આણંદ અમૂલ દ્વારા પશુપાલકોને રાજી કરતાં સમાચાર આપ્યાં છે.અમૂલ ડેરી દ્વારા તારીખ 21 ઑગસ્ટ 2022 સવારથી દૂધ ઉત્પાદકોને ચૂક્વવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20 નો વધારો કરવામાં આવશે. આમ દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 740 થી વધારી 760 આપવામાં આવશે. ઉપરોક્ત નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકળાયેલા આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે. આ ભાવ વધારાથી અમૂલ ડેરી, પશુપાલકોને માસિક 7 કરોડ રૂપિયાથી વધુ ચૂકવશે, જે વાર્ષિક 60 કરોડ રૂપિયાથી વધુ થશે.

આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે

પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો ગત વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકના ખર્ચમાં અંદાજીત 20 ટકા જેટલો વધારો થયેલ છે. જેથી ઘાસચારા સાથે સાથે દાણના ભાવમાં પણ વધારો થવાથી પશુપાલકોને આર્થિક ભારણ વધેલા છે. જેને ધ્યાનમાં લઈ અમૂલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવાનો નિર્ણય કરેલો છે. જે મુજબ ભેંસ દૂધના 1.24 થી 1.44 રૂપિયા પ્રતિ લિટર તેમજ ગાય દૂધમાં 0.43 થી 0.45 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.

આ પણ વાંચો અમૂલે દૂધમાં ભાવ વધારો કરતાં હવે ચાની ચૂસકી પડશે મોંઘી

7 લાખથી વધુ સભાસદોની આવકમાં વધારો થશે મહત્વનું છે કે જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે જેને કારણે જન્માષ્ટમી પૂર્વે પશુપાલકોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. આ ભાવ વધારો થવાથી અમૂલ દ્વારા વાર્ષિક 60 કરોડ કરતાં વધારે પશુ પાલકોને ચૂકવવામાં આવશે. જેથી પશુપાલન કરતા અને અમૂલ સાથે સંકળાયેલા 3 જિલ્લા આણંદ ખેડા અને મહીસાગરના 7 લાખ કરતાં વધારે સભાસદોની આવકમાં વધારો થશે.

આ પણ વાંચો દૂધ અને છાસ ઉપર GST લગાવ્યું છે, તે ગુજરાત માટે યોગ્ય નથી: વિપુલ ચૌધરી

હાલમાં જ દૂધના વેચાણના ભાવ વધાર્યાં છેઉલેખનીય છે કે હાલમાં જ અમૂલના માર્કેટિંગનું કામ સંભાળતા GCMMF દ્વારા દૂધ ઉત્પાદન ખર્ચના વધારા સામે પ્રતિ લીટર 2 રૂપિયાની વેચાણ કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે અમૂલના આણંદમાં આવેલ ખેડા દૂધ ઉત્પાદન સંઘ દ્વારા પશુ પાલકો માટે ભાવ વધારો કરવાનો નિર્ણય પશુપાલકો માટે ખુશીના સમાચાર લઇને આવ્યો છે. Amul increased milk price purchase price of milk GCMMF Kheda Milk Production Union Amul Dairy Chairman Ram Sinh Parmar

ABOUT THE AUTHOR

...view details