અમૂલના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પશુપાલકોને ખુશીના સમાચાર આપવામાં આવ્યા હતા. ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં દૂધની આવકમાં ઘટાડો થાય છે. ત્યારે પશુ આહારમાં દિનપ્રતિદિન ખૂબ જ ભાવ વધારો આવતો હોવાના કારણે ફક્ત 10 દિવસના ટૂંકાગાળામાં દૂધની કિંમતમાં ફરીથી રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહશે. પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલા લાખો પરિવારોને તેમને જીવાદોરી સમાન અમૂલ પર વિશ્વાસ બની રહે તે હેતુથી 10 દિવસના ટૂંકાગાળામાં ફરી ભાવ વધારો આપ્યો છે.
પશુપાલકો માટે ખુશીના સમાચાર, 10 દિવસમાં અમૂલે ફરી વધાર્યા દૂધના ખરીદ ભાવ - gujaratinews
આણંદ: શહેરમાં અમૂલ દ્વારા છેલ્લા 10 દિવસમાં દૂધની ખરીદ કિંમતમાં રૂપિયા 20નો ક્રમશઃ વધારો કરવામાં આવ્યો છે. જેમાં ગત 11મી મેએ રૂ.10નો વધારો કરવામાં આવ્યો હતો. આજે ફરીથી રૂપિયા દસનો વધારો કરીને રૂ. 650 પ્રતિ કિલો ફેટનો ભાવ પશુપાલકોને આપવામાં આવશે.
અમૂલે 10 દિવસમાં ફરી દૂધના ખરીદ ભાવ વધાર્યા
અમૂલ દ્વારા 21મી મેથી રૂ. 650 પ્રતિ કિલો ફેટના ભાવથી દૂધની ખરીદી કરવામાં આવશે. જે આ માસની શરૂઆતમાં રૂ. 630 પ્રતિ કિલોનો ભાવ હતો. જેમાં રૂ.20નો વધારો કરવામાં આવે છે અને રૂ.650ના ભાવથી હવે ખરીદી આગળ વધારવામાં આવશે.