આણંદસામાન્ય જનતાના માથે ફરી એક વાર ભાવવધારાનો બોજ (AMUL hiked milk price) આવ્યો છે. કારણ કે, અમૂલે પ્રતિલિટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝિંકી (AMUL Milk Rate) દીધો છે. આવતીકાલથી (બુધવાર) આ ભાવવધારો લાગુ પડશે. તો હવે અમુલ ગોલ્ડ 500 મિલી 31 રૂપિયા, અમુલ તાજા 500 મિલી 25 રૂપિયા, અમુલ શક્તિ 500 મિલી 28 રૂપિયામાં મળશે. ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.
ઉત્પાદન ખર્ચમાં વધારો થતા લેવાયો નિર્ણયગુજરાત સહિત દિલ્હી NCR સૌરાષ્ટ્રના નાગરિકોની ચાની ચૂસકી આવતીકાલ (બુધવાર)થી મોંઘી થશે. જો આપ રોજ ખોરાકમાં અમૂલનું દૂધનો વપરાશ કરો છો. તો આવતીકાલ એટલે કે 17 ઑગસ્ટથી તમામ દૂધ માટે વધારે નાણા ચૂકવવા પડશે. કારણ કે, અમૂલ દ્વારા અમૂલ દૂધના વેચાણ કિંમતમાં વધારો (AMUL hiked milk price) ઝીંકવામાં આવ્યો છે.
દૈનિક વપરાશની વસ્તુના ભાવ વધ્યાએક તરફ પ્રજા સતત વધી રહેલી મોઘવારીને કારણે ચિંતિત બની છે. તેવામાં દૈનિક વપરાશ અને સવારની શરૂઆતમાં ઉપયોગમાં આવતા દૂધની કિંમતમાં અમૂલે 4 ટકા જેટલો ભાવ વધારો ઝિંકવામાં આવ્યો છે. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Gujarat Cooperative Milk Marketing Federation) (અમૂલ ફેડરેશન) કે, જેમના દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવામાં આવે છે.
અહીં પણ લાગુ થશે ભાવવધારો તેમના દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત, દિલ્હી એનસીઆર, મુંબઈ, પશ્ચિમ બંગાળ અને અન્ય તમામ બજારોમાં 17 ઓગસ્ટ 2022થી દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો (AMUL hiked milk price) કરવાનો નિર્ણય લીધો છે.