- અમુલ ડેરીએ ટોપિકલ એડ દ્વારા મિલખાસિંહને આપી શ્રદ્ધાંજલિ
- મિલખાસિંહને દુનિયામાં 'ફ્લાઇંગ શીખ' તરીકે ઓળખવામાં આવે છે
- કોમનવેલ્થ ગેમ્સમાં 400 મીટર દોડમાં સુવર્ણચંદ્રક જીતનાર ભારતના એકમાત્ર રમતવીર મિલખાસિંહ
આણંદ: મિલખાસિંહ જેઓ ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા જેઓ એ તેમની ફોજ ની નોકરી દરમ્યાન દોડની રમત મા ભાગ લેવા માટે ઉચ્ચ અધિકારીઓ ને રજૂઆત કરવામાં આવી હતી. સખત મહેનત અને લગનથી તેમણે શરૂ કરેલી દોડની સફર તેમને એશિયન ગેમ્સ તેમજ કોમનવેલ્થ ગેમ્સમાં 400 મીટર દોડમાં સુવર્ણચંદ્રક જીતનાર ભારતના એકમાત્ર રમતવીર બનાવવા તરફ લઈ ગઈ હતી. તેમણે 1958 અને 1962 એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમણે ભારતનું પ્રતિનિધિત્વ 1956 સમર ઓલિમ્પિક્સમાં મેલબોર્ન, 1960 સમર ઓલિમ્પિક્સ રોમમાં અને 1964ના સમર ઓલિમ્પિક્સ ટોક્યોમાં કર્યું હતું. તે માટે દોડવીર મિલખાસિંહને ભારતનો ચોથી સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. રમતગમતની સિદ્ધિઓને કારણે મિલખાસિંહ પર આખો દેશ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.
આ પણ વાંચો: જાણો કેવી રીતે કરે છે અમુલ કોલ્ડ સપ્લાય ચેનનું મેનેજમેન્ટ