આણંદ લાંબી કાયદાકીય લડત બાદ અમૂલમાં વાઈસ ચેરમેન પદની (amul dairy new vice chairman) જગ્યા ભરાઈ છે. શ્વેત ક્રાંતિ માટે જાણિતી અમૂલ ડેરીના ચેરમેન (amul dairy chairman ), વાઈસ ચેરમેનની આજે બે વર્ષ બાદ મતગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ ચેરમેન અને વાઈસ ચેરમેનના નામ જાહેર (amul dairy new vice chairman) કરવામાં આવ્યા હતા. ત્યારે હવે અમૂલના ચેરમેન પદે રામસિંહ પરમારની બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વાઈસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
ડેરીને નવા ચેરમેન વાઈસ ચેરમેન મળ્યા ડેરીને નવા ચેરમેન વાઈસ ચેરમેન મળ્યા ખેડા અને મહીસાગર જિલ્લાના 12,00,000 પશુપાલકો સાથે સંકળાયેલી વિશ્વ વિખ્યાત અમૂલ ડેરીની વસ્થાપક કમિટીની (amul dairy meeting) ચૂંટણી વર્ષ 2020માં યોજાઈ હતી. આ ચૂંટણી પછી અમૂલના ચેરમેન (amul dairy chairman), વાઈસ ચેરમેન પદ (amul dairy new vice chairman) માટે ચૂંટણી યોજાતા ચેરમેન પદ માટે એક માત્ર રામસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે વાઈસ ચેરમેન પદ માટે રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેશ પાઠકે ઉમેદવારી નોંધાવી હતી.
મતગણતરીનો મામલો પહોંચ્યો હતો હાઈકોર્ટ તો ચૂંટણી પહેલા (amul dairy election news) સરકારે અમૂલમાં પોતાના ત્રણ પ્રતિનિધિની નિયુક્તિ કરતા અમુલ વ્યવસ્થાપક કમિટીમાં (amul dairy meeting) વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ યોજાયેલી ચેરમેન વાઈસ ચેરમેન પદની ચૂંટણીની મત ગણતરી પહેલા 2 ડિરેક્ટરોએ આ સમગ્ર મામલે હાઈકોર્ટના (gujarat high court news today) દ્વાર ખખડાવ્યા હતા. તેના કારણે મતગણતરી અટકાવી દેવામાં આવી હતી.
કાયદાકીય લડત પછી કરાઈ મતગણતરી કાયદાકીય લડત પછી કરાઈ મતગણતરી ત્યારે આખરે 2 વર્ષની લાંબી કાયદાકીય લડત બાદ હાઈકોર્ટે (gujarat high court news today) સરકાર દ્વારા નિયુક્ત કરેલા ત્રણ પ્રતિનિધિઓના મતોની ગણતરી રદ કરવાનો હુકમ કર્યો હતો. ત્યારે હવે આજે અમૂલના સભાખંડમાં વર્ષ 2020માં યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. તો અહીં ચેરમેન પદે રામસિંહ પરમારને (amul dairy chairman) બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.
વાઈસ ચેરમેન પદે કૉંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા જ્યારે વાઈસ ચેરમેન પદે બોરસદ કૉંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને (Borsad Congress MLA Rajendrasinh Parmar) રાજેશ પાઠક કરતા 3 મત વધુ મળતા (amul dairy election news) વાઈસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જેને લઈ અમૂલમાં ઉપસ્થિત બંને ઉમેદવારોના સમર્થકોએ આતશબાજી કરી બંનેના વિજયને વધાવી લીધો હતો. મહત્વની વાત એ છે કે, વર્ષોથી રામસિંહ પરમાર (amul dairy chairman) અને રાજેન્દ્ર સિંહ પરમારની જોડી અમૂલ ઉપર રાજ કરી રહી છે. ત્યારે હવે આજે વધુ એક વખત અમૂલમાં "રામ રાજ"ના મંડાણ થયા છે.