ગુજરાત

gujarat

ETV Bharat / state

75 Years of Amul: અમૂલ ડેરી ઓર્ગેનિક ફર્ટિલાઈઝર તરફ આગળ વધશે- અમિત વ્યાસ

અમૂલ ડેરી તેના સ્થાપનાના 75 વર્ષની ઉજવણી કરી રહી છે. અમુલમાં આજના દિવસના કાર્યક્રમ અને આવનારા દિવસોના કામો બાબતે અમૂલ ડેરી (Amul Dairy) ના મેનેજીંગ ડિરેક્ટર (Amul Dairy) અમિત વ્યાસે (Amit Vyas) Etv Bharat સાથે ખાસ વાતચિત કરી હતી.

Gujarat News
Gujarat News

By

Published : Oct 31, 2021, 2:23 PM IST

  • અમૂલ ડેરી તેની સ્થાપનાના 75 વર્ષની કરી રહ્યું છે ઉજવણી
  • અમૂલની સ્થાપનાની ઉજવણીના ભાગ રૂપે સરદાર પટેલ એસેમ્બલી હોલનું થશે ઉદ્ઘાટન
  • પશુઓને આયુર્વેદિક દવાઓથી ઉપચાર કરવા તરફ કરાશે પ્રયત્ન: અમિત વ્યાસ

આણંદ: શહેરની અમૂલ ડેરી (Amul Dairy) તેના સ્થાપનાના 75 વર્ષની ઉજવણી કરી રહી છે, ત્યારે અમૂલ ડેરી જે દેશમાં શ્વેત ક્રાંતિની જનક છે તે આગામી સમયમાં અવનવા પ્રયાસો થકી દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ અને પશુઓ અને ખેતીમાં પ્રાકૃતિક ક્રાંતિ થકી ગુણવત્તા યુક્ત ખેત પેદાશો અને દૂધનું ઉત્પાદન કરવાને પ્રોત્સાહન આપી પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોને લઈ જવા માટે ઓર્ગેનિક ક્રાંતિ કરવા તરફ આગળ કામ કરશે. જે અંગે અમૂલ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર (MD) અમિત વ્યાસે (Amit Vyas) Etv Bharat સાથે ખાસ વાતચિત કરી હતી.

અમૂલ ડેરી ઓર્ગેનિક ફર્ટિલાઈઝર તરફ આગળ વધશે: અમિત વ્યાસ

અમૂલ ડેરીમાં યોજનાર કાર્યક્રમો

  • 1540 ની બેઠક વ્યવસ્થા ધરાવતા સરદાર પટેલ એસેમ્બલી હોલનું ઉદ્ઘાટન
  • આધુનિક ચીઝ પ્લાન્ટ અને આધુનિક વ્હેરહાઉસનું ઉદ્ઘાટન
  • આયુર્વેદ પશુ દવાઓનું ઉત્પાદન કરતા પ્લાન્ટનું ઉદ્ધાટન
  • ઓર્ગેનિક ફર્ટિલાઈઝર પેદાશોનું લોન્ચીંગ
  • 75 વર્ષની સફરના સોવીર્યનનું લોકાર્પણ
  • ભારતીય ટપાલ વિભાગ દ્વારા અમૂલના 75 વર્ષની ઉજવણીને વધાવતી પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન
    અમૂલ ડેરી ઓર્ગેનિક ફર્ટિલાઈઝર તરફ આગળ વધશે: અમિત વ્યાસ

કાર્યક્રમમાં મુખ્યપ્રધાન સહિત અનેક નેતાઓ રહેશે ઉપસ્થિત

દેશના ગૃહપ્રધાન અમિત શાહ આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, દેવુસિંહ ચૌહાણ, અર્જૂનસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિત રહેશે. અમૂલ ડેરીના નવનિર્મિત સરદાર પટેલ એસેમ્બલી હોલમાં આયોજન કરવામાં આવ્યું છે. જેનું 20 જેટલા વિવિધ સ્થળો પર લાઈવ પ્રસારણ થશે. જેમાં અંદાજીત 7 થી 10 લાખ લોકો વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાશે.

આ પણ વાંચો: ત્રિભુવનદાસ પટેલની 118 મી જન્મજયંતિ નિમિતે પોસ્ટ વિભાગે વિશેષ કવર કર્યું લોન્ચ

આ પણ વાંચો: રાષ્ટ્રીય એકતા દિવસ: અમિત શાહે કહ્યું, દેશભક્તિનું તીર્થસ્થળ છે કેવડિયા

ABOUT THE AUTHOR

...view details