- મહાનગરપાલિકાના પરિણામો પર અમિત ચાવડાએ આપી પ્રતિક્રિયા
- ગામડામાં પ્રજા કોંગ્રેસ સાથે છે અને કોંગ્રેસને સમર્થન મળી રહ્યું છે : અમિત ચાવડા
- અપેક્ષા કરતા વિપરીત પરિણામ આવ્યાં : અમિત ચાવડા
આણંદ : 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 6 કોર્પોરેશની ચૂટણીના પરિણામ 23 ફેબ્રુઆરીના રોજ જાહેર થયાં હતાં. 6 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાઓમાં જાહેર થયેલા પરિણામો અપેક્ષાઓ કરતાં વિપરીત પરિણામ છે. કોંગ્રેસ એક વિચારધારા સાથે ચાલતો પક્ષ છે અને આગામી સમયમાં કોંગ્રેસ તેના સિદ્ધાંતો સાથે આગળ વધશે. આ સાથે જ આજે જાહેર થયેલા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ જ્યારે સ્થાનિક કક્ષાએથી કોંગ્રેસના આગેવાનોએ રાજીનામાં આપવાની ઘટનાઓ બની છે, ત્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મળેલા રાજીનામાં બાબતે જે તે વિસ્તારની હાર અને તેની પાછળના સાચા કારણો ચકાસવા અંગેની તપાસ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે, તેમ જણાવ્યું હતું.