કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બોરસદમાં નોંધાવી ફરિયાદ, જાણો શું છે સમગ્ર ઘટના - arnabh goswami
મહારાષ્ટ્રના પાલઘરમાં થયેલા મોબ લિન્ચિંગની ઘટના પર દેશની પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલના એડિટર ઈન ચીફ દ્વારા આયોજિત ડિબેટમાં થયેલી અયોગ્ય ટિપ્પણી વિરુદ્ધ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા બોરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બોરસદમાં નોંધાવી ફરિયાદ
બોરસદઃ અમિત ચાવડા દ્વારા ન્યૂઝ ચેનલના એડિટર ઈન ચીફ દ્વારા થયેલી ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી તથા દેશની ન્યાયપ્રણાલીને આ ઘટના વિશે યોગ્ય પગલા લેવા અપીલ કરવામાં આવી હતી. સાથે સાથે ગુજરાતના તમામ જિલ્લામાંથી આ ઘટનાને વખોડી કાઢવા માટે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.