આણંદ : જિલ્લામાં રાખવામાં આવેલા મધ્યગુજરાતના 10 કોંગ્રેસના ધારાસભ્યો સાથે હાલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા અને રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી બેઠક યોજી રહ્યા છે.
અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી પહોંચ્યા ઉમેટા ફાર્મ પર... - ઉમેટા ફાર્મ
આણંદ અને વડોદરા જિલ્લાની હદ પર આવેલા મહીસાગર નદી કિનારેના ફાર્મહાઉસમાં મધ્યગુજરાતના 10 જેટલા ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી પહેલા રાખવામાં આવ્યા છે. જ્યાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આવ્યા હતાં. ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકી પણ આ ફાર્મ હાઉસ પર આવી પહોંચ્યાં હતાં.
અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી પહોંચ્યા ઉમેટા ફાર્મ પર
હાલ મીડિયા સમક્ષ કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી, ત્યારે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે રવિવારે આ ધારાસભ્યોને અન્ય સ્થળે ખસેડવામાં આવે અથવા તો રાજસ્થાનમાં ખસેડવામાં આવી શકે છે. ભરતસિંહ સોલંકી અને અમીત ચાવડા દોઢ કલાક ધારાસભ્યો સાથે મીટિંગ કરી ફાર્મહાઉસ પરથી પોતાની ગાડીમાં પરત ફર્યા હતા.