- જિલ્લાના સાંસદ મિતેશ પટેલએ અંબાવ ગામ લીધું છે દત્તક
- 7000ની વસ્તી ધરાવે છે અંબાવ ગામ
- આઇસોલેશન સેન્ટર કરવામાં આવ્યું છે શરૂ
આણંદ: જિલ્લાના આંકલાવ તાલુકાનું અંબાવ ગામને લોકસભાના સાંસદ મિતેશ પટેલ દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે સંસદ દ્વારા દત્તક લેવામાં આવેલા ગામમાં 28 જેટલા લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેમાં, 15 લોકોએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ બન્યા છે. જ્યારે, અન્ય દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં છે.
આણંદ જિલ્લાનું અંબાવ ગામ બન્યું કોરોનાને હરાવવા કટિબદ્ધ આ પણ વાંચો:દસ્ક્રોઈના બડોદરા ગામમાં કોરોનાનો આજ દિન સુધી એક પણ કેસ નોંધાયો નથી
ગ્રામજનો કોરોનાને હરાવવા માટે કટિબદ્ધ
7 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં મુખ્યત્વે લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્યારે, કોરોનાથી સંક્રમણ થયેલા લોકોનો આંકડો ગામની વસતીના પ્રમાણે ખૂબ ઓછો છે. સદનસીબે ગામમાં એક પણ મોત કોરોનાથી થવા પામી નથી. ત્યારે, આ માટે વહીવટીતંત્ર અને ગ્રામજનો પણ કોરોનાને હરાવવા માટે કટિબદ્ધ બની રહ્યા છે. આરોગ્ય કેન્દ્રમાં ચાલતાં કોવિડ ટેસ્ટ, જરૂરી સારવાર, દવાઓ અને કોરોના માટેની સરકારની ગાઇડલાઇનનું ગ્રામજનો ચુસ્તપણે પાલન કરી રહ્યા છે.
આણંદ જિલ્લાનું અંબાવ ગામ બન્યું કોરોનાને હરાવવા કટિબદ્ધ આઇસોલેશન સેન્ટરની સુવિધા તૈયાર કરાઈ
અંબાવ ગામમાં ખાસ આઇસોલેશન સેન્ટરની સુવિધા પણ તૈયાર કરવામાં આવી છે. મહત્વનું છે કે, અહીંથી બોરસદ શહેર 10 કિલોમીટરના અંતરે છે. તેમજ, જિલ્લા મથક આણંદ શહેરનું અંતર પણ 16 કિલોમીટર જેટલું છે. ગામની નજીકમાં 3 જેટલી કોવિડ હોસ્પિટલ પણ આવેલી છે. જેથી, જરૂર ઇમરજન્સી બાબતોની પરિસ્થિતિમાં જરૂરી સારવાર ગ્રામ લોકોને ત્વરિત મળી રહે તે પ્રકારનું સાંસદ દ્વારા માળખાકીય આયોજન ગોઠવવામાં આવ્યુ છે. 7000ની વસ્તી ધરાવતા આ ગામમાં 45થી વધુ ઉંમરના અંદાજીત 3500 જેટલા લોકો રહે છે. જેમાંથી, 60 ટકા જેટલા લોકોએ કોરોનાની વેક્સીિન લીધી છે. જ્યારે, અન્ય લોકોને પણ રસીકરણની પ્રક્રિયાનો લાભ લેવા જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આણંદ જિલ્લાનું અંબાવ ગામ બન્યું કોરોનાને હરાવવા કટિબદ્ધ આ પણ વાંચો:જૂનાગઢના કેશોદમાં આવેલો આંબેડકરનગર વિસ્તાર કોરોનામુક્ત બન્યો
જરૂરિયાતમંદોને સ્થાનિક લોકો મદદરૂપ
સાંસદ મિતેશ પટેલ દ્વારા વર્ષ 2019માં દત્તક લેવામાં આવેલા અંબાવ ગામમાં શરૂઆતમાં અનેક વિસ્તારના વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં RCC રોડ, શાળા, આરોગ્ય કેન્દ્ર, કોમ્યૂનિટી હોલ, પાણીની ટાંકી, સખી મંડળોની રચના થકી મહિલા સશક્તિકરણના કામો, ખેતી સાથે સંકળાયેલા ગ્રામજનોમાં જૈવિક ખેતી માટે જાગૃતતાના અભિયાનો ચલાવવાં જેવા કામો શરૂ કરવામાં આવ્યા હતા. માર્ચ 2020માં શરૂ થયેલી કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોને સ્થાનિક લોકો મદદરૂપ બનવા ઉપરાંત સંક્રમિત બનેલા દર્દીઓને યોગ્ય સારવાર માટે સાંસદ દ્વારા સતત ગામના સરપંચ અને તલાટીના સંપર્કમાં રહી વ્યવસ્થાઓ તૈયાર કરાઈ હતી. જેને લઇને ગ્રામજનોએ સંતોષની લાગણી દેખાડી છે.
આણંદ જિલ્લાનું અંબાવ ગામ બન્યું કોરોનાને હરાવવા કટિબદ્ધ મારુ ગામ કોરોનામુક્ત ગામના આહવાનને ચરીતાર્થ
આણંદ જિલ્લામાંથી આસોદર તરફ વડોદરા રોડ પર અંબાવ ગામ આસોદર ચોકડી પાસે આવેલું છે. એકંદરે સાંસદના દત્તક ગામ આજે આદર્શ ગામ બનવા તરફ આગળ વધતું નજરે પડી રહ્યું છે. અંબાવના લોકોએ સંસદની કરેલી કામગીરી અને ગામની કોરોનાની પરિસ્થિતિ તથા તેની માટેની સુવિધાઓને લઇને સંતોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીના મારુ ગામ કોરોનામુક્ત ગામના આહવાનને ચરીતાર્થ કરવા તરફ ગામ આગળ વધતું નજરે પડે છે.