આંકલાવ તાલુકાના ખડોલ ગામના છ વ્યક્તિઓનું આ ઘટનામાં મૃત્યુ થયું છે. જેથી સમગ્ર ગામ અને જિલ્લામાં ગમગીની ભર્યુ વાતાવરણ છવાઈ ગયું છે. નવરાત્રીના તહેવાર દરમિયાન બનેલી આ ઘટનાએ સમગ્ર જિલ્લાને હચમચાવી દીધો છે.
અંબાજી કરૂણાંતિકાઃ મૃતક પરિવારોને સરકારે આપી ૪ લાખની સહાય - news of amit chavda
આણંદઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અંબાજી નજીક ત્રીશુલિયા ઘાટ પાસે ગત રોજ થયેલા ગોઝારા અકસ્માતમાં મૃતક પરિવારોને ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે. મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેનશીલ બની CM રૂપાણીએ માનવીય અભિગમ અપનાવી આ જાહેરાત કરી છે. મહત્વનું છે કે, અંબાજી પાસે થયેલ બસ અકસ્માતમાં 21 લોકોના મોત થયાં હતાં. જેમાં મોટાભાગના લોકો આણંદ જિલ્લાના રહેવાસી હતી. આજે સોમવારે સમગ્ર વિસ્તારમાં ગમગીનીભર્યુ વાતાવરણ ઊભું થઈ ગયું હતું. આ અકસ્માતમાં ભોગ બનનાર પરિવારોને સાંત્વના આપવા આણંદ જિલ્લાના સાંસદ મિતેશ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ સાંસદ દિલીપ પટેલ, આણંદ જિલ્લા કલેક્ટર દિલીપ રાણા, જિલ્લા પોલીસવડા ચૌહાણ સાથે અનેક સ્થાનિક નાના-મોટા આગેવાનો ખડોલ ગામે પરિવારના પડખે આવીને ઊભા રહ્યા હતાં.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મૃતકોના પરિવારને આપી આર્થિક સહાયની ખાતરી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પરિવારને સાંત્વના પાઠવી હતી. સાથે જ સરકારને ભોગ બનનાર વ્યક્તિઓને સરકારી સહાય આપવા અપીલ કરી હતી. આણંદ જિલ્લા કલેકટર દિલીપ રાણાએ પણ તંત્ર દ્વારા પરિવારને તમામ પ્રકારની મદદ પહોંચાડવા અને સરકારની મળવાપાત્ર સહાય કરવાનું વચન આપ્યું હતું. તેમજ મૃતકોની આત્માને શાંતિ મળે અને પરિવારને આ દુઃખદ સમયમાં ભગવાન હિંમત આપે તે માટે પ્રાર્થના કરી હતી.
Last Updated : Oct 1, 2019, 3:40 PM IST