- પેટલાદ પાસે આવેલ આલ્ફા વુડ ઇડસ્ટ્રીઝમાં લાગી આગ
- ઇન્ડસ્ટ્રીઝમાં પડેલા લાકડામાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
- સવારે વહેલા આગનો બનાવ બનતા પેટલાદ ફાયરવિભાગને કરવામાં આવી જાણ
આણંદ: પેટલાદ સુણાવ રોડ પર આવેલી આલ્ફા વુડ ઇન્ડસ્ટ્રીઝમાં (Alpha Wood Industries Fire) ગુરુવારે આગલાગવાનો બનાવ બન્યો હતો. ઇન્ડસ્ટ્રીઝમાં પડેલા લાકડાના જથ્થામાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ બનતા પેટલાદફાયરવિભાગને (Petlad Fire Department) જાણ કરવામાં આવી હતી. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પેટલાદ ફાયરવિભાગ સાથે સાથે આણંદ ફાયર વિભાગના (Anand Fire Department) ફાયરફાઈટર પણ ફાયર કન્ટ્રોલ ઓપરેશનમાં (Fire control operation) જોડાયા હતા. બે કલાક જેટલા સમય સુધી સમગ્ર ઓપરેશન ચાલ્યું હતું.જ્યાં ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
આણંદ ફાયરવિભાગની મદદ લેવામાં આવી
પેટલાદ સુણાવ રોડ પર આવેલ આલ્ફા વુડ ઇડસ્ટ્રીઝમાં (Alpha Wood Industries) ગુરુવારે ઇન્ડસ્ટ્રીઝમાં રાખવામાં આવેલ લાકડાના સ્ટોકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, સૂકા લાકડાના જથ્થામાં આગ લાગતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી ભર્યો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટના અંગે સ્થાનિકો દ્વારા પેટલાદ ફાયરવિભાગને જાણ કરવામાં આવતા ફાયરવિભાના ફાયરફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. આગ કાબુમાં ન આવતા આણંદ ફાયરવિભાગની મદદ લેવામાં આવી હતી. આણંદથી આવેલ ફાયરવિભાગની ટિમ તથા પેટલાદ ફાયરવિભાગની ટિમના સંયુકત પ્રયત્નોને અંતે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવામાં આવ્યો હતો.